Vadodara

વડોદરા : પીઆઇ કે.એન. લાઠિયાનો દુષ્કર્મની ફરિયાદ નહી નોંધવાનો ખેલ ઉંધો પડ્યો


પોલીસ ઇન્સ્પેક્ટરનો આધારે હોસ્પિટલનું નામ બદનામ ન થાય તથા આરોપી બચાવવનો પેંતરો ફેઇલ

યુવતી અને તેનો ભાઇ ટસનો મસ નહી થતાં આખરે પીઆઇએ ફરિયાદ નોંધવી પડી


પ્રતિનિધિ વડોદરા તા.17
ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી આધારે ઓર્થોપેડિક હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટેમેન્ટમાં નોકરી કરતા અસરફ ચાવડાએ નર્સ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. હોસ્પિટલનું નામ ના બગડે તેના માટે ડોક્ટરના કહેવાથી પીઆઇ દ્વારા યુવતીને ફરિયાદ નાં નોંધાવવા માટે દબાણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. વાસી ઉત્તરાયણના બીજા દિવસે સવારે યુવતી ફરિયાદ નોધાવવા માટે ગઇ હોવા છતાં કલાકો સુધી તેને પોલીસ સ્ટેશનમાં બેસાડી પીઆઇ દ્વારા ફરિયાદ ના નોંધાવા તેના માટે કાવતરુ રચ્યું હતું પરંતુ યુવતી અને તેનો ભાઇ ટસનો મસ નહી થતા પીઆઇના ડોક્ટર અને આરોપીને બચાવવાનો દાવ ઉંધો પડ્યો હતો અને આખરે યુવતીની ફરિયાદ નોંધવી પડી હતી.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલા આધારે હોસ્પિટલમાં 22 વર્ષીય યુવતી ગત મહિને જ નોકરી પર લાગી હતી. હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં અસરફ જીણા ચાવડા નામનો યુવક પણ કામ કરે છે અને પરીણિત હોવા સાથે હોસ્પિટલમાં ઉપર ચોથા માળે પરિવાર સાથે રહે છે. નર્સ વાસી ઉત્તરાયણના દિવસે હોસ્પિટલમાં આવી હતી અને પોતાનું કામ કરી રહી હતી. તે દરમિયાન એકાએક હોસ્પિટલમાં લાઇટ જતા ત્યાં અસરફ ચાવડા યુવતીને બળજબરીપૂર્વક ઉચકીને ત્રીજા માળે આવેલા ઓપરેશન થિયેટરમાં લઇ ગયો હતો અને યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતે યુવતીને તેના માતા પિતાને જાણ નહી કરવાની ધમકી પણ આપી હતી. સૂત્રોના આધારે જાણવા મુજબ પહેલા યુવતી પોતાના ભાઇને લઇને પોલીસ ફરિયાદ નોંધાવાવા માટે રાજી થઇ હતી.પરંતુ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન.લાઠિયા દ્વારા આધાર ઓર્થોપેડિક હોસ્પિટલનું નામ બદનામ ન થાય તથા આરોપીને બચાવવાનો માટે કારસો રચ્યો હતો અને યુવતીની ફરિયાદ નહી નોંધાવવા માટે મોડી રાત્રીના સમયે સુધી દબાણ કર્યું હતું પરંતુ યુવતી તથા તેનો ભાઇ એકનો બે થયો ન હતો અને ફરિયાદ નોંધાવવાની જીદ પકડી હતી. જેના કારણે પીઆઇ કે.એન.લાઠિયાનો હોસ્પિટલને બદમાની તથા આરોપીને બચાવવાનો મનસૂબો પાર પડ્યો ન હતો અને આખરે પીઆઇએ ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. હોસ્પિટલના ડોક્ટર દ્વારા મામલો રફેદફે કરવા માટે પીઆઇને જણાવ્યું હતું જેથી તેઓ દ્વારા પીડીતાને કલાકો સુધી ફરિયાદ નહી નોંધાવવા માટે સમજાવી હતી પરંતુ યુવતી આરોપીને કડક સજા કરાવવી હોય કે અન્ય યુવતી ભોગ ના બને તેના માટે ફરિયાદ નોંધાવવી જીદ પકડી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top