Vadodara

મકરપુરા વિસ્તારના સર્વન્ટ કોટર્સના એક મકાનમાં આગ લાગી

કોઈ જાન હાનિ ન થતાં સ્થાનિકો એ હાશકારો અનુભવ્યો

મકરપુરા ગામમાં એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે દાંડિયા બજાર ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં એક વર્ધી આવી હતી કે મકરપુરા ગામ જે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલની પાસે સર્વન્ટ કોટર્સ લાઈન નંબર 2 માં એક મકાનમાં આગ લાગી છે જેથી કરીને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે તેવું ફાયર ઓફિસર રવિન્દ્ર દેવરે જણાવ્યું હતું પરંતુ ઘરમાં રહેતા વ્યક્તિએ જણાવ્યું હતું મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો જે ઉંદેડા હોય ખેંચી ગયા અને આ ભયંકર આગ લાગી છે. આગના કારણે અફરાત તફરી મચી ગઈ હતી, સદ નસીબે કોઈ જાન હાનિ થઈ નથી. તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો અને આગળની કાર્યવાહી GEB ને સોંપવામાં આવી હતી.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું બદામની આગ ફાયર કંટ્રોલરૂમમાં મકરપુરા ગામમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ ની બાજુમાં સર્વન્ટ ક્વોટર્સમાં આગ લાગી છે તેમ અમને જણાવતા ફાયર લશ્કર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આંખ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી ઘરવખરી સામાનને નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક દૃષ્ટિએ આ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેમ જણાય છે જીઈબીને આગળની કામગીરી સોંપવામાં આવી છે.

Most Popular

To Top