હરીશ પટેલ પ્રસિધ્ધિ મેળવવા માટે ખોટા આરોપ લગાવી રહ્યા છે:સતીશ પટેલ
વડોદરા શહેરના છાણી વિસ્તારના સ્મશાન ગૃહમાં ગેસ ચિતા મુકવાની દરખાસ્ત આવી હોય પણ ભાજપના પૂર્વ સ્થાઈ ચેરમેને દરખાસ્ત નામંજૂર કરવા સ્થાયી સભ્યોને ફોન કર્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના કાઉન્સિલરે કરતા રાજકીય માહોલ ગરમાયો છે.
વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 1 ના કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે સારા કામ માં પણ રાજકીય અગ્રણી વિરોધ કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં છાણી સ્મશાનમાં ગેસ ચિતાના કામનો વિરોધ કરવા માટે છાણીના જ આગેવાન અને પાલિકાના સ્થાઈ સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલે કવાયત હાથ ધરી હોવાના ગંભીર આક્ષેપો હરીશ પટેલે કર્યા છે. નોંધનીય છે શુક્રવારે મળનારી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં છાણી સ્મશાન ખાતે ગેસ ચિતા દાતા દ્વારા મુકવા મુકામ મંજૂરી માટે આવ્યું હતું જે કામનો વિરોધ કરી નામંજૂર કરવા સતીશ પટેલ દ્વારા સ્થાયીના સભ્યોને ફોન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો હરીશ પટેલે કર્યા છે . આ સાથે જ તેમના જ કોઈ વ્યક્તિ પાસે કૈલાશ નામના શીર્ષક હેઠળ એક પત્ર પણ પાલિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે. જેમાં આ કામને લઈ જરૂરિયાત ન હોવાના અનેક મુદ્દાઓ લખવામાં આવ્યા છે. આ અંગે હરીશ પટેલે પ્રહારો કર્યા હતા.
હરેશ પટેલે જણાવ્યું હતું આજે સવારમાં એક કાગળ મળ્યો છે વિનુભાઈ દલસુખભાઈ પટેલે બધા સજેશનો એક પત્રમાં લખીને આપ્યા છે કે ગેસ ચિતાની જરૂર નથી. ત્યાં જગ્યાનો અભાવ છે. પરંતુ તેઓને પૂરતું જ્ઞાન નથી અને તેઓએ આ કાગળ લખીને આપી દીધું છે. વડોદરા શહેરમાં કોઈપણ જગ્યાએ દાતા દ્વારા કોઈપણ સુવિધા ઉભી કરાતી હોય તો સરકારે થોડા દિવસ અગાઉ પર્યાવરણ માટે કરોડો રૂપિયા વડોદરા કોર્પોરેશનને ફાળવ્યા છે અને ગેસ ચિતા કરવાથી પર્યાવરણને સૌથી વધારે ફાયદો થવાનો છે એની સાથે સાથે એવું જાણવા મળ્યું છે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે હતા તેમણે દરેક સ્થાયીના સભ્યોને ફોન કરીને જણાવ્યું હતું કે આ કામનો વિરોધ કરવો જે ગેસ ચિતા ન મુકાય તે માટે વિરોધ કરવો એમ પણ કહ્યું છે જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ જે છાણીના છે તેઓ આ કામ કરે છે તેમની પાસે હવે કાંઈ રહ્યું નથી માટે વિરોધ કરી રહ્યા છે.
આ બાબતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલે જણાવ્યું હતું હરીશ પટેલના દરેક આરોપોને ફગાવ્યા હતા અને હરીશ પટેલ દરેક કામમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. વિકાસના કામમાં અમે વિરોધ કરતા નથી 50 વર્ષથી અમે વહીવટ કરી રહ્યા છે આખા વડોદરા શહેરમાં સ્મશાન નહીં હોય એવું જ સ્મશાન અમારા વોર્ડમાં છે લાકડાથી મારીને અંતિમ કીટ પણ અમે બહુ જ સારી અને મફત આપીએ છે.