જવાહરનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
શાકભાજીના નાણાંની લેતીદેતીમાં હત્યાનો પ્રયાસ કરાયો હોવાની માહિતી છે
સુનીલગીરી લાલબાગગીરે જગન્નાથગીરી ગોસ્વામી ઉ.વ.42 ધંધો- શાકભાજી રહે- જલારામનગર પેટ્રોપીલ્સ બસ સ્ટેન્ડ પાસે ઉડેરા વડોદરા શહેર મુળ રહે-ગોચી ગંજ ગામ તા-જી બદોઇ(યુ.પી)ની ફરિયાદ મુજબ ગતરોજ તા 13જાન્યુઆરી ના રોજ સાંજે આશરે 5 थी કલાક-10:30 વાગ્યના દરમ્યાન શહેરના ગોરવા પંચવટી કેનાલ પાસે આવેલ સોફીયા સ્કુલની બાજુમાં તથા પાકવુડ સોસાયટી પાસે ખુલ્લી જગ્યામા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી યુવક પર દિનેશગીરી રમાકાંતગીરી, અર્જુનગીરી ગોવીદગીરી બન્ને રહે- ગોરવા ઇંદીરાનગર ઉડેરા રોડ વડોદરા, મંગલરામ અવતાર યાદવ રહે-ગોરવા ઇંદીરાનગર ઉડેરા રોડ વડોદરા તથા રાહુલ તુલસી ગુપ્તા રહે-ગોરવા નવી ઇદ્દીરાનગર ઉડેરા રોડ વડોદરા ઓએ ફરિયાદીના દીકરા કિશનગીરીને કોઇ બોથડ પદાર્થ કે સાધન વડે માથાના ભાગે તથા શરીરે માર મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશીશ કરી ગુનો કર્યો હતો જે અંગેની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે યુવકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે