ઘટનાને લઇ રહીશોને તાત્કાલિક મકાનોમાંથી ખસેડવામાં આવ્યા હતા :
મોટી દુર્ઘટના ના બને તે માટે ફાયર વિભાગ ની ટીમ એટેકિંગ પોઝિશન સાથે કાઉન્ટર ફાયર કરવા સજ્જ થઈ હતી :
વડોદરા શહેરના નિલામબર સર્કલ ની પાછળ આવેલ ભાયલી અર્બન રેસીડેન્સી FP-108માં ગેસ લાઇનમાં મધરાત્રીએ લીક થતા ભારે અપરા તફળી મચી ગઈ હતી. બનાવની જાણ થતા તાત્કાલિક ગુજરાત ગેસ વિભાગની ટીમ અને વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એક તબક્કે સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા. લોકોને તાત્કાલિક મકાનો ખાલી કરાવવાની ફરજ પડી હતી.


વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નિલાંબર સર્કલની પાછળ ભાયલી અર્બન રેસીડેન્સી 6માં મધરાત્રીએ ગેસ લાઇનમાં લીકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી. રેસીડેન્સીમાં રહેતા રહીશોને તાત્કાલિક મકાનો ખાલી કરાવ્યા હતા. ગેસ લીકેજ થવાના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી.ઘટનાની જાણ થતા જ ભાયલી ફાયર સ્ટેશનમાં ટીમ અને ગુજરાત ગેસ ની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. અને યુદ્ધના ધોરણે કામગીરી કરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.



ફાયર ઓફિસર જયદીપભાઈએ જણાવ્યું હતું કે લીંડે કંપની સામે નીલાંબર વિસ્તારમાં એક અર્બન્ રેસીડેન્સી નામની સોસાયટી છે. એમાં જે એલપીજીની લાઈન હતી. એમાં એ લોકો પેવર બ્લોકને સેટલમેન્ટ કરતા એ કામ ચાલતું હતું. એમાં જેને લાઈનમાં ભંગાર પડ્યું છે અને એલપીજી લીકેજ થાય છે. એવો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનથી તરત અમે સ્થળ પર આવતા જોયું તો ભારે માત્રામાં ગેસ લીકેજ થતો હતો, તેથી એરિયાને કોર્ડન કર્યો છે અને તાત્કાલિક પબ્લિકને ત્યાંથી ખસેડી છે અને નંદનવન ગેસ એજન્સીને બોલાવી લાઈન તાત્કાલિક બંધ થાય એવી કામગીરી ચાલે છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જો કોઈ સ્પાર્ક મળી જાય અને જયપુર જેવી મોટી કોઈ દુર્ઘટના ન બને તે માટે એટેકિંગ પોઝિશન સાથે કાઉન્ટર ફાયર તૈયાર કરવા માટે રેડી છે તેમ જણાવ્યું હતું.