Vadodara

જંબુસરમાં કડિયાકામ કરતો શ્રમજીવી ટેરેસ પરથી પટકાતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

પરિવારમાં પત્ની,છોકરો તથા છોકરાની પત્ની છે

પ્રથમ સારવાર જંબુસરમાં કરાવી વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

જંબુસર ખાતે પોતાની નાની બહેનના મકાનમાં કડિયાકામ કરતો મોટો ભાઇ અચાનક ટેરેસ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રાલ ગામે રહેતા રમેશભાઇ સોમાભાઇ માછી નામના 47 વર્ષીય યુવક કડિયાકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા. 07 મી જાન્યુઆરીના રોજ તેઓ પોતાની નાની બહેનના મકાનનું કામ કરી રહ્યા હતાં તે દરમિયાન ઓજાર લેવા જતાં પગ લપસી પડતાં ટેરેસ પરથી નીચે પટકાયા હતા જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક તેઓને 108મારફતે જંબુસર ખાતે આવેલા એસ.ડી.એચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે બપોરે સવા એક કલાકની આસપાસ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગત તા. 11મી જાન્યુઆરીના રોજ સાત વાગ્યે એસ.આઇ.સી.યુ. સર્જીકલ બી -યુનિટમા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top