આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વન્ય જીવ પ્રતિબંધન અને બચાવ કેન્દ્ર , સામાજિક વનીકરણ વિભાગ , વડોદરા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત શહેરમાં 50 થી વધુ કલેક્શન સેન્ટર ઊભાં કરાયાં
દર વર્ષે ઉતરાયણ પર્વે પતંગની દોરીથી મુંગા પશુ પક્ષીઓ ઘાયલ થાય છે અને ઘણા ખરા જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ વન્ય જીવ પ્રતિબંધન અને બચાવ કેન્દ્ર, સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા ઉતરાયણ પર્વ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થતાં મૂંગા પશુ પક્ષીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મળીને 50 થી વધુ કલેક્શન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે જેની સાથે એનજીઓ પણ જોડાશે તથા ત્રણ અલગ અલગ જગ્યાએ વેટરનરી હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટર પણ તૈયાર કરાયાં છે જેમાં ભૂતડીઝાપા, પંડ્યા બ્રિજ પાસે તથા વન્ય જીવ પ્રતિબંધનના મુખ્ય સેન્ટર ખાતે સારવાર આપવામાં આવશે જેમાં 20 થી વધુ ડોક્ટર્સ ની ટીમ ફરજ બજાવશે જ્યારે 900 થી વધુ વોલેન્ટિયર્સ પણ સેવાકાર્યમાં જોડાશે.દરમ્યાન વન વિભાગ દ્વારા લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે જેમાં સવારે 6 થી 8 દરમિયાન પક્ષીઓના ચણ ના સમયે તથા સાંજે 6 થી 8 દરમિયાન જ્યારે પક્ષીઓ પોતાના રહેઠાણ તરફ વિહંગ કરે છે તે દરમિયાન પતંગ ન ચઢાવે તદ્પરાંત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તેવી અપીલ કરવામાં આવી છે સાથે જ ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ, વડોદરાના હેલ્પલાઇન નંબર 18002332636 તેમજ મોબાઇલ નંબર 9429558886,9429558883 પર સંપર્ક કરી શકે છે તથા ગુજરાત સરકારના 1962પર પણ જાણ કરી શકાશે તદ્પરાંત બિમાર પશુઓ માટે 8320002000 ટોલ ફ્રી નંબર પર જાણ કરી શકાશે.લોકોએ વન્યજીવ સલામતી તથા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.