પ્રતિનિધિ વડોદરા તા.10
મુંબઇનો પરિવાર પોતાન વતનથી પરત બોરીબલ્લી આવી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં પરિવાર ઉંઘી ગયો હતો. ત્યારે કોઇ ગઠિયો તેમની ઉંઘનો લાભ લઇને રૂ. 58 હજારની મતા ભરેલા પર્સની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. જેથી તેઓએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- મુંબઇના બોરીવલ્લી રહેતા નિર્મલ કલ્યાણમલ મહેતા 25 નવેમ્બરના રોજ પરિવાર સાથે પોતાના વતન ખાતે ગયા હતા. કામ પૂર્ણ થયા બાદ જોધપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને પરત બોરીવલ્લી આવી રહ્યા હતા. તે દરમિયાન 26 નવેમ્બરના રોજ ટ્રેનમાં પરિવાર ઊંઘી ગયા હતા. તે દરમિયાન તેમની ઉંઘનો લાભ લઇને બે મોબાઇલ અને પરચુરણ સામાન મળી રૂ.58 હજારની મતા ભરેલા પર્સની ચોરી કરીને કોઇ ગઠિયો ફરાર થઇ ગયો હતો. વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા અને ઉંઘમાંથી જાગ્યા ત્યારે સામાન ભરેલું પર્સ મળી આવ્યું નહોતું. જેથી નિર્મલ મહેતાએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા પર્સ ચોર ગઠિયાની શોધખોળ શરૂ કરાઇ છે.