એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે ડાન્સ વિભાગમાં મણીપુરીના એક્સપોનન્સ પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી દ્વારા ‘ગુરુ પ્રતિષ્ઠા’ પર લેક્ચર ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જગવિખ્યાત કલાનગરી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે વિધ્યાર્થીઓ માટે લેક્ચર ડેમોસ્ટ્રેશન નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મણિપુરીના એક્સપોનન્સ એવા પહ્મશ્રી દર્શનાબેન ઝવેરી તથા તેમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્ય દ્વારા પોતાના ગુરુ બિપીન સિંગ માટે ‘ગુરુ પ્રતિષ્ઠા ‘ પર આ લેક્ચર ડેમોસ્ટ્રેશન સમર્પિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ડાન્સ ના તથા વોકલ એમ અંદાજે 60 વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ના ઇન્ચાર્જ હેડ અમીબેન પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.