Vadodara

કોઈકે રાજસ્થાનથી બિયાંસ એપમાં વ્યવહાર કર્યો અને વડોદરાના એનઆરઆઈ ભેરવાયા

વડોદરાના એનઆરઆઈના એકાઉન્ટ થર્ડ પાર્ટીએ કરેલા વ્યવહારને કારણે ફ્રીઝ થઈ ગયા

ભારે મથામણ બાદ એડવોકેટ ભાવિન વ્યાસની કાયદાકીય સલાહથી એકાઉન્ટ ઓપન કરાવી શકાયું


( પ્રતિનિધિ) વડોદરા
વડોદરાના મૂળ વતની શારજાહમાં સ્થાયી થયેલા એક નોકરિયાતના બેંક એકાઉન્ટ તેમના ખાતામાં તેમની જાણ બહાર કોઈ થર્ડ પાર્ટી દ્વારા થયેલા શંકાસ્પદ વ્યવહારને કારણે ફ્રીઝ થઈ ગયા હતા, પરંતુ યોગ્ય કાયદાકીય વ્યવહારને કારણે ઓપન કરાવી શકાયા હતા.

આ કેસની વિગત એવી છે કે 1991થી વડોદરાનો એક પરિવાર શાહજાહમાં સ્થાયી થયેલો છે. બ્રાહ્મણ પરિવારના આ 59 વર્ષની ઉંમરના વ્યક્તિ અને તેના પત્ની હાલ વડોદરા છે આવ્યા છે. શારજાહમાં જેને કાયદેસર માન્યતા મળેલી છે તે ઓનલાઇન binance એપ મારફતે શેરબજારની જેમ ક્રિપ્ટો કરન્સીની લે વેચ શીખવા માટે એકાઉન્ટ ખોલાવ્યુ હતું. તે એકાઉન્ટમાં એક વ્યક્તિએ 22000 રૂપિયા જમા કરાવી દીધા હતા અને તેમને એની સામે 260 યુએસડીટી ચૂકવી આપ્યા હતા. પરંતુ આ ટ્રાન્જેક્શન રાજસ્થાનના જોધપુર ખાતે લુહાવત કરીને જે શહેર આવેલું છે તેના એક વ્યક્તિ સાઠે થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન એટલે કે વડોદરામાં રહેતા વ્યક્તિને સાથે નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ સાથે લેવડદેવડ થઈ હશે તેના કારણે ઇન્ડસ્ઇન્ડ બેંક વડોદરા, વાસણા રોડ ખાતે આવેલા તેમના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યું હતું અને સાયબર ક્રાઇમની ફરિયાદ કરવામાં આવી હતી.
જે ખાતું છેલ્લા નવ મહિનાથી ફ્રિજ થયું હતું, તેમની મૂડી આશરે 60 થી 70 લાખ એફડી અને અન્ય તમામ રકમ તે વાપરી શકતા ન હતા. લગભગ 33 વર્ષની તેમની શારજાહની જે કંઈ કમાણી હતી તે આ એકાઉન્ટમાં હતી અને પરિવાર ખૂબ દુઃખમાં હતું. તેમણે ઘણા પ્રયત્ન કર્યા પરંતુ કંઈ થયું ન હતું . બેંક તરફથી પણ કોઈ મદદ કરવામાં આવી ન હતી. પોલીસ અને ફરિયાદી પણ જવાબ આપતા ન હતા.
આ દરમિયાન તેમને એડવોકેટ ભાવિન વ્યાસના સોશિયલ મીડિયા અને ઇલેક્શન લડી રહ્યા હોય તેમના હોરડીંગથી ખ્યાલ આવ્યો કે આ વકીલ મજબૂત લાગે છે અને દિલ્હી ખાતે બળાત્કારના કેસમાં પણ ગુજરાતના યુવાનને નિર્દોષ છોડાવ્યો હતો. આ કિસ્સા તેમણે સોશિયલ મીડિયામાં જોયા. ગૂગલમાં બધું સર્ચ કર્યું એટલે તેમને 25 ડિસેમ્બર 2024ના રોજ એડવોકેટ ભાવિન વ્યાસનો સંપર્ક કર્યો. ત્યારબાદ ભાવિન વ્યાસે વડોદરા સાયબર ક્રાઇમના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બિરેન પટેલનો સંપર્ક કર્યો અને તેમને સમગ્ર માહિતીથી અવગત કર્યા. બિરેન પટેલે કીધું કે તમે નિર્દોષ છો, પરંતુ અહીંથી કશું થઈ શકે નહીં. તમારે જોધપુર કાર્યવાહી કરવી પડશે. એટલે એડવોકેટ ભાવિન વ્યાસ તારીખ 29 ના રોજ જોધપુર લોહાવત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કાગળ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ફરી ચોથી તારીખે જાન્યુઆરી મહિનામાં ભાવિન વ્યાસે લોહાવત પોલીસ સ્ટેશનમાં જઈને તમામ પુરાવા આપી દલીલ કરી હતી કે વડોદરાના જે અસીલ છે તે નિર્દોષ છે. તેમને કોઈ લેવાદેવા જ નથી. કારણ વગર જ તેમના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે બાબત અન્ય પુરાવા અને રજૂઆત કરતા પોલીસ ઇન્સ્પેક્ટર ભાટી અને ત્યાંના જે સાઇબર ક્રાઈમ સંભાળતા કિશનભાઇ નામના અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરી તારીખ 8 જાન્યુઆરી 2024 ના રોજ ઇન્ડસ્ઇન્ડ બેંક વાસણા રોડને મેલ કરી એકાઉન્ટ ખોલવા માટે કાર્યવાહી કરવાનું જણાવી દીધું હતું. વડોદરામાં રહેતા એનઆરઆઈને આ કેસ સાથે લેવાદેવા ન હોય તેમનું એકાઉન્ટ ખોલી દેવાનો ઈમેલ પાઠવી હવે તેમને પૈસા ઉપાડવામાં કોઈ વાંધો નથી તેવો મેઈલ કરતા એમને ન્યાય મળ્યો હતો.



તમારા એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ વ્યવહાર નથી થતા ને તેના પર ધ્યાન રાખો

વડોદરા અને ગુજરાતમાં અસંખ્ય લોકો છે કે અન્ય રાજ્યમાંથી તેમના પૈસા બ્લોક થઈ ગયા છે. પરંતુ યોગ્ય વ્યક્તિ કે યોગ્ય કાયદા નિષ્ણાતના જ્ઞાનના અભાવે તેઓ ન્યાય મેળવી શકતા નથી અને પોતાના પૈસા ફસાઈ ગયા હોવા છતાં કશું કરી શકતા નથી. યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય સલાહ લઈ મહેનત કરીને ન્યાય મળી શકે છે. જે આ કિસ્સાથી સાબિત થયુ છે. આ માત્ર સાત દિવસમાં એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યું છે જે છેલ્લા નવ માસથી ફ્રીજ હતું. તમારા એકાઉન્ટમાં જો કોઈ શંકાસ્પદ ટ્રાન્જેક્શન જણાય તો ડર્યા વિના યોગ્ય કાયદાકીય માર્ગદર્શન મેળવી પુરાવા રજૂ કરી તરત જે તે ઓથોરિટી ને જાણ કરવી જોઈએ, જેથી હેરાનગતિથી બચી શકાય. છતાં પણ જો એકાઉન્ટ ફ્રીઝ થયા હોય તો પણ કાયદાકીય માર્ગદર્શનથી ઓપન કરાવી શકાય છે. આમાં લેયર વનથી સેવન આવતું હોય છે. સાયબર ક્રાઇમમાં એકાઉન્ટ ફ્રીજ થાય ત્યારે કમ્પ્લેન ની કોપી તમને બેંક આપે તમારા વિરુદ્ધ તો તમે કયા લેયરમાં છે એ બહુ મહત્વનું છે લેયર વન વન થી ત્રણમાં હોય તો એકાઉન્ટ ખોલાવવું થોડું અઘરું પડે અને લેયર 3 થી 7 માં હોય તો એકાઉન્ટ સરળતાથી ખુલી શકે છે.

• ભાવિન વ્યાસ, એડવોકેટ

Most Popular

To Top