પાસા રદ કરાવી આવેલા વ્યાજખોરો ફરી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે તો નવાઇ નહી, વ્યાજખોરીના અભિયાનનો છેદ ઉડ્યાની ચર્ચા
પ્રતિનિધિ વડોદરા તા.8
વ્યાજખોરોની વારંવારની ધમકીથી કંટાળીને કેટલાક લોકો આપઘાત તથા આપઘાતનો પ્રયાસ કરી લેતા હોય છે. જેથી ગૃહમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા સુચના અપાઇ હતી. જેથી પોલીસે લોકદરબાર યોજીને લોકોને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા અપીલ કરી હતી. જેમાં લોકોએ ફરિયાદ કરતા ઘણા વ્યાજખોરોને પાસા પણ કરાઇ હતી. પરંતુ વ્યાજખોર પાસા રદ કરીને તેને સજામાંથી ત્વરિત મુક્ત કરાતા હોય વ્યાજખોરો વિરુદ્ધના અભિયાનો કોઇ હેતુ જળવાતો નથી તેવું જણાઇ રહ્યું છે કારણ કે પાસાની સજામાંથી મુક્ત કરીને વ્યાજખોરોના પોલીસના અભિયાનનો હેતુ જળવાતો નથી. ત્યારે પાસામાંથી ત્વરિત છુટીને આવેલા ઘનશ્યામ ફુલબાજે દ્વારા લોકો પાસે રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપવાનો ફરી સિલસિલો શરૂ થાય તો નવાઇ નહી.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે નાણા ધીરધારનો ધંધો કરતા લોકો બિલાડીની ટોપની જેમ ઉગી નીકળ્યા છે. લાઇસન્સ ન હોવા છતાં 10 ટકા વ્યાજનો ધંધો કરીને લોકોનું આર્થિક શોષણ કરી રહ્યા છે. રૂપિયા આપ્યા બાદ વ્યાજખોરો દ્વારા લોકો પાસે પઠાણી ઉઘરાણી કરીને ધાક ધમકી આપવામાં આવી હોવાથી ઘણા કિસ્સાઓમાં કંટાળી લોકો આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરી લેતા હોય છે. ત્યારે ગૃહમંત્રી દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરવા માટે પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. જેનું પાલન કરીને પોલીસ અધિકારીઓ દ્વારા લોકદરબાર યોજીને લોકોને વ્યાજખોરોના ચુગાલમાંથી મુક્ત કરાવવા માટે ઝુંબેશ શરૂ કરાઇ હતી. જેમાં પોલીસે લોકોને ગેરકાયદે નાણા ધીરધારનો ધંધો કરતા વ્યાજખોરો ધમકી આપતા હોય તો પોલીસ ફરિયાદ કરવા માટે અપીલ કરી હતી. જેમાં ગૃહમંત્રીનું અભિયાન સફળ રહ્યું હતું અને ઘણા ગેરકાયદે ધંધો કરતા વ્યાજખોરોની ધરપકડ કરી પાસા પણ કરાઇ હતી. પરંતુ કેટલાક વ્યાજખોરો પાસાની સજામાંથી ખોટા કારણો સહિતની વિગતો દર્શાવીને ચાલાકીથી છુટી જતા હોય છે. જેના કારણે પોલીસનું વ્યાજખોરોને ડામવાના અભિયાનનો છેદ ઉડી જતો હોય તેવી જણાઇ રહ્યું છે. પાસાની સજામાંથી મુક્ત કરીને વ્યાજખોરોના પોલીસના અભિયાનનો હેતુ જળવાતો નથી. ત્યારે પાસામાંથી છુટીને આવેલા ઘનશ્યામ ફુલબાજે દ્વારા લોકો પાસે રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપવાનો ફરી સિલસિલો શરૂ થશે તો નવાઇ નહી.