10 વર્ષ માટે ઇજારો કોને ફાયદો પહોચાડશે ? ધર્મેશ રાણા ને કે વડોદરાની જનતાને ?
શહેરમાં એક તરફ ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ ખૂબ જ અનિયમિત આવે છે અને વારંવાર તે અંગે શહેરીજનો ઉપરાંત કોર્પોરેટરો દ્વારા પણ ફરિયાદો થઈ રહી છે. બીજી તરફ ડોર ટુ ડોરના વાહનો દ્વારા થતા અકસ્માતના કારણે બાળક્ના પણ મૃત્યુ થવા જેવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. અધિકારી ધર્મેશ રાણા પણ વિવાદ માં રહયા છે ત્યારે સ્થાયી સમિતિમાં વધુ એક વખત ડોર ટુ ડોરના કામનો ઇજારો આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ. પશ્ચિમ અને પૂર્વ ઝોન માટે દસ વર્ષનો ઈજારો આપવા વિવિધ શરતોને આધીન કામ મંજૂર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. દક્ષિણ અને પૂર્વ ઝોનમાં કામ કરવા માટે મેં.વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોન પ્રા.લી. તથા પશ્ચિમ વિસ્તારમાં મેં.ઓમ સ્વચ્છતા. કોર્પોરેશને ભરેલા ટેન્ડર યોગ્ય હોવાનું જણાવી તે કામ મંજૂરી અર્થે સ્થાર્થી સમિતિમાં રજૂ કરાયું છે. આગામી તારીખ 10ને શુક્રવારના સાંજના સમયે મળનાર સ્થાયી સમિતિમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઓફર કરેલ ટેન્ડર મુજબ વિવિધ શરતો પૈકિ જુદી- જુદી કામગીરી-વાહનો માટેનાં જણાવેલા નેગોશીયેટેડ ભાવથી (સ્મોલ ગુડ વિહુકલ)નાં દૈનિક 8 કલાકની કામગીરીનાં રૂમ 5515 જયારે અન્ય વાહનો અને કામગીરીઓનાં ટેન્ડર મુજબના જણાવેલ ભાવથી, સ્કોપ ઓફ વર્ડ મુજબ અને ટેન્ડરની શરતોથી કામગીરી સોંપવા તથા આ બાબતની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.
શહેરના રહેણાંક એકમોમાંથી ડોર ટુ ડોર પધ્ધતિ હેઠળ કચરાનાં એકત્રિકરણની કામગીરી કરતી. એજન્સીઓ માટે બહાર પાડવામાં આવેલ અગાઉનાં ટેન્ડરની મુદ્દત ઓકટોબર 2024 માં પુર્ણ થયેલ છે તથા નવીન ઇજારદાર કામગીરી શરૂ કરે ત્યાં સુધી હાલના ઈજારાની મુદ્દત વધારવામાં આવેલ હોઈ ડોર ટુ ડોર/ ગેટ ટુ આર.ટી.એસ પધ્ધતિએ કચરા નિકાલની નવી કામગીરી માટે સ્વચ્છ ભારત મિશનના એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ- ફેસાઇલ મારફત ટેન્ડર ડોક્યુમેન્ટ તૈયાર કરાવી ટેન્ડરમાં જણાવેલ સ્કોપ ઓક વર્ક, શરતો, ક્રાઇટેરીયા વિગેરે સહિત પ્રથમ તબકકે 10 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે.
વડોદરા કોર્પોરેશન ત્રણ ઝોનમાં 10 વર્ષ માટે ડોર ટુ ડોર કલેક્શનના કામનો ઇજારો આપશે
By
Posted on