ત્રણ દિવસે તો ક્યાંક અઠવાડિયે કચરો લેવા કોઇ આવતું નથી તો અમારે કચરાનું શું કરવું : સ્થાનિકો
ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કાર્યવાહી યોગ્ય રીતે નહીં કરી શકતી વડોદરા પાલિકા એ હવે જાહેર માર્ગ પર કચરો ફેંકતા નગરજનોને દંડ કરવાની કાર્યવાહી કરે છે. શહેરનાં માંજલપુર વિસ્તારના વોર્ડ નં 17, 18 માં સ્થાનિકો ખુલ્લા પ્લોટ માં અને રોડ પર કચરો નાખવા મજબૂર બન્યા છે. પાલિકાએ જાહેરમાં કચરોના નાખનાર વ્યક્તિને હજારોનો દંડ ફટકારવાની જાહેરાત કરી અને દંડ ની રકમ વસૂલ કરી પણ છે. જોકે નાગરિકોનું કહેવું છેકે પાલિકાએ પહેલા 100 ટકા વિસ્તારમાં કચરો કલેક્શનની કાર્યવાહી શરૂ કરવી જોઈએ અને ત્યારબાદ પણ નાગરીકો જાહેર માર્ગ પર કચરો નાંખે તો તેને જરૂર દંડ કરવો જોઈએ.
ડોર ટુ ડોર કચરો કલેક્શનની કામગીરી અંગે તપાસ કરતા શહેરીજનોએ જણાવ્યું હતુ કે મોટાભાગના વિસ્તારમાં દર ત્રણ દિવસે એકવાર કચરો કલેક્શન કરવામાં આવે છે. કેટલાક વિસ્તારમાં તો અઠવાડિયે એક વાર જ ડોર ટુ ડોર કલેકશન વાળા દેખાય છે. આ સ્થિતિમાં નાગરિકો કેટલા દિવસ સુધી ઘરમાં કચરાનો સંગ્રહ કરી રાખે તે પ્રશ્ન છે.
પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ ના ધર્મેશ રાણા એન્ડ કંપની ની કામચોરી ના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા અધિકારીઓ ના કારણે VMC બદનામ થઈ રહ્યું છે. છતાં પોતાનું ધાર્યું અને મન મરજી થી જ કામ કરિ રહ્યા છે. પ્રજાના ટેક્ષ ના રૂપિયે પોતાનું ઘર ચલાવતા આવા અધિકારીઓ સામે પાલિકા ક્યારે પગલાં લેશે ? જ્યારે પાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે લોકો નું કેહવુ છે કે આવા અધિકારીઓ પર પગલાં ક્યારે લેવાશે?
જાહેરમાં કચરો નાખવાથી શહેર ગંદુ દેખાય તે વાત સ્વાભાવિક છે, અને દરેક નાગરિકની ફરજ છેકે જાહેર રસ્તા પર કચરો ન નાંખવો જોઈએ. તે માટે પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવી જરૂરી છે. જો પાલિકા નિયમિત ડોર ટુ ડોર કચરો ઉપાડે તો નાગરિકોને જાહેરમાં કચરો નાખવાની જરૂર પડે જ નહીં.
શહેરના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નં 17, 18 ના સ્થાનિકો જણાવે છે કે અમારે ત્યાં કચરો વાળવા વાળા ફ્લેટની નીચે કચરો એકત્ર કરે છે. અને જ્યારે પાલિકાની ગાડી આવે ત્યારે તેમાં આપી દેવામાં આવે છે. પરંતુ પાલિકાની ગાડી 5 થી 6 દિવસે એકવાર આવે છે, ત્યાં સુધી કચરો ફ્લેટમાં નીચે સડે છે. પાલિકાના માણસો કચરો લઈ જઈ મોટી કચરા પેટીમાં નાખે, અને તે કચરો ગાય, કૂતરા પાછો લાવે છે.
માંજલપુર વિસ્તાર અલ્વાનાકા, બાહુબલી સર્કલ, સ્મશાન પાસે, લક્ષ્મી નારાયણ મંદિર રોડ , અવધૂત ફાટક તેમજ વિસ્તારના અનેક જગ્યા એ પાલિકાના માણસો રોજ કચરો ઉપાડી જાય તો અમારે ખુલ્લા મેદાન માં કે રોડ પર કચરો નાખવો ના પડે.