વસાવા સમાજના યુવકોએ નરાધમના પૂતળાને ફાંસીના માંચડે ચડાવ્યું
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત :
( પ્રતિનિધિ ),વડોદરા,તા.27
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દસ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ ની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી સાથે સમાજના યુવકો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નરાધમના પૂતળાને ફાંસીના માંચડે ચડાવી યુવકો જાહેર માર્ગ ઉપરથી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
મૂળ ઝારખંડ રાજ્યની રહેવાસી અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહી ગુજરાત ચલાવતા પરિવારની 10 વર્ષની માસુમ દિકરી પર એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ બાળકીને સારવાર અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે શુક્રવારે સમાજના યુવાનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં યુવકોએ નરાધમનું પૂતળું તૈયાર કરી તેને ફાંસીના માછડે ચડાવી રેલી રૂપે આ યુવકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા દુશ્મનો ભોગ બનેલી દીકરીને ન્યાય અપાવવા તેમજ આકૃતિ કરનાર આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ અંગે માહિતી આપતા હાર્દિક વસાવાએ જણાવ્યું હતું કે, જે પ્રકારે દિવસે અને દિવસે આવા બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઝઘડિયામાં દુષ્કર્મ દીકરી સાથે કરવામાં આવ્યું, તે અત્યંત દુઃખનીય છે. પરંતુ અત્યાર સુધી તંત્રની આંખ ઉઘડતી નથી. જેથી લઈને અમે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાના છે કે, આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. જેથી કરીને ભવિષ્યમાં અન્ય કોઈ બહેન, દીકરીઓ પર આવી ઘટના ન ઘટે. જેથી એક પ્રકારનું અમે વિરોધ પ્રદર્શનમાં ફાંસીનો પૂતળું બનાવીને સરકારને જણાવવા માંગીએ છીએ અને સરકારને કહીએ છીએ કે,વહેલીતકે આરોપીને ફાંસી આપવામાં આવે અને આવા જે બનાવો બની રહ્યા છે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે.