કમાટીપુરાના લોકોની ફતેગંજ પેટા વિભાગીય કચેરીમાં ઉગ્ર રજૂઆત :
અધિકારીઓ ઉડાઉ જવાબ આપતા હોવાના આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરાના રહીશોને એમજીવીસીએલએ આડેધડ વીજ બીલ ફટકારતા રહીશો એમજીવીસીએલની કચેરી ખાતે રજૂ કરવા પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ પણ સાંભળતા નહીં હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
ફતેગંજના કમાટીપુરામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. થોડા દિવસ પહેલાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવતા ભારે હલ્લો મચ્યો હતો. તેવામાં કમાટીપુરાના રહીશોનો વીજ વપરાશ ઓછો હોવા છતાં પણ વધારે બીલ આવતા લોકોએ ફતેગંજ એમજીવીસીએલની કચેરી ખાતે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો તેમજ વધારે વીજ બિલ બાબતે રજૂઆતો કરી હતી. જ્યારે એમજીવીસીએલ દ્વારા કેટલાક રાજ્યોના બિલ માં યુનિટ પ્રમાણે ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે કેટલાક સ્થાનિક લોકોએ વધુ વીજ બાબતે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ બિલમાં આજ દિન સુધી કોઈ સુધારો કરવામાં નહીં આવતા રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
વીજ ગ્રાહક પ્રવીણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, મને 6 મહિનાથી બિલ ભરાવે છે. આ લોકો દર મહિને એવું કહે છે કે, થઈ જશે, પણ 4500 રૂપિયાની ઉપર બિલ આવે છે. આ છ મહિનાથી મેં બિલ ભરું છું. એ કહે છે કે અત્યારે નવું બિલ આવ્યું છે. 4200 રૂપિયાનું, મેં ચાર વખત એપ્લિકેશન આપી છે સાહેબ કહે છે કે થઈ જશે પણ આ પૈસા દર વખતે છ મહિના ભરીએ છીએ તો આગલા કોઈ પૈસા માઇનસ નહીં થાય અને હમણાંના પણ પણ અમે લખીને આપીશું નહીં. ઘરે પંખો છે, મારે એક ટીવી છે, એક લાઈટ છે. ઘરે ફ્રીજ પણ નથી. તો કહે છે તમે ડાયરેક્ટ કરતા હશો એવું કહે છે. આ વખતે મારુ બિલ 4245 રૂપિયા બિલ આવ્યું છે. ઘરે કોઈ રહેતું નથી. ત્યાં કોઈ જવાબ આપવા તૈયાર નથી. છ મહિનાથી આ બાબતે હું ધક્કા ખાઉં છું. ઓફિસમાં પણ ઘણી વખત તો આવીએ છે તો કોઈ અધિકારી મળતા નથી. જે મળે છે તેઓ ઉડાઉ જવાબ આપે છે. આ મીટરમાં જ જો સમસ્યા છે તો આવા મીટર લગાવવા જ ના જોઈએ.