Vadodara

વડોદરા : લાલબાગ ખાતે રોયલ મેળામાં રાઇડોનું ઇન્સ્પેક્શન કરવા માટે કમિટીની રચના કરાઈ

હેલિકોપ્ટર રાઈડની સ્પીડ અચાનક વધી જતા બે બાળકો નીચે પટકાયા હતા, મેળાના સંચાલક, મેનેજર અને ઓપરેટર ઝડપાયા

વડોદરા તારીખ 26
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે છેલ્લા કેટલા સમયથી રોયલ મેળો શરૂ થયો છે. જેમાં ઘણા વાલીઓ પોતાના બાળકો સાથે મેળાની મજા માણવા જાય છે. દરમિયાન ગઈકાલે 25 ડિસેમ્બરે રાઇડ ની સ્પીડ વધી જવાના કારણે બે બાળકો નીચે પડકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. જેની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દ્વારા સંચાલક, મેનેજર અને ઓપરેટરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમામ રાઇડોનું ઇન્સ્પેક્શન કરવા માટે એક કમિટીની રચના પણ કરાઈ છે. આ કમિટી દ્વારા તમામ રાયડો નું ઇન્સ્પેક્શન કરાશે દરમિયાન કોઈ ક્ષતિ કે ખામી જણાશે તો સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા જયેશ જીવણભાઈ ભાલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સૈનિક તરીકે છેલ્લા ચૌદ વર્ષથી નોકરી કરું છું. 25 ડિસેમ્બરના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ હું તથા મારી પત્ની તથા બાળકો સાથે લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામા જોવા માટે ગયા હતા અને ટીકીટ કાઉન્ટર ઉપર અમારી તમામની ટીકીટો મેળવી રોયલમેળામા વસ્તુઓ જોતા જોતા આગળ આવ્યા હતા. તે દરમ્યાન આશરે સાડા સાતેક વાગ્યાની આસપાસ રોયલ મેળામાં આવેલી હેલીકોપ્ટર રાઇડમાં મારા નાના દીકરા ગૌરવને બેસાડવા માટે ત્યાથી જ રૂ.50ની એક ટીકીટ લઈ લાઈનમાં ઉભો રહી ગયો હતો અને રાઉન્ડ પુરો થતો ત્યા હાજર ઓપરેટરે મારા દિકરા ગૌરવને એક હેલીકોપ્ટરમાં બેસાડયો હતો. જેમા અંદરની સાઇડ તરફ બીજી એક નાની છોકરી પણ બેસેલ હતી અને મારી દીકરો બહારની સાઈડ તરફ બેસેલ હતી અને બધા બાળકી હેલીકોપ્ટરમાં બેસી જના રાઇડ ઓપરેટરે રાઈડની સ્વીચ પાડતા રાઇડ ચાલુ થઈ હતી અને લગભગ બેથી ત્રણેક ચક્કર ફરતા અચાનક રાઈડની સ્પીડ વધી ગઈ હતી અને મારો દીકરો હેલીકોપ્ટરના દરવાજાનું લોક અચાનક ખુલ્લી જતા મારો દીકરો લટકીને નીચે પટકાયા હતા અને બીજા પણ એક હેલીકોપ્ટરમાં બીજો એક છોકરો પણ દરવાજામાં લટકેલી હાલતમાં હતો. જેથી મે તાત્કાલિક મારા દીકરાને બહારની સાઈટ લઈ લીધેલ તે દરમિયાન આ રાઇડ ચાલુ હોય મારા દીકરાને મારી પત્નિને આપી બીજા છોકરાને પકડવા ગયો હતો એટલામાં બુમાબુમ થઈ હતી અને આ રાઈડનો ઓપરેટર રાઈડ બંધ કર્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. જેથી હું સ્વીચ બંધ કરવા જતો હતો એટલામા બાજુમાથી એક માણસે આવીને રાઈડની નીચે જઈ બોર્ડમાથી વાયર ખેંચી લેતા રાઈડ ધીમે ધીમે ઉભી રહી ગઈ હતી. દરમિયાન લોકોએ હાબાળો મચાવતા પોલીસ આવી જ ગઈ હતી અને રાઈટડ પણ બંધ કરી દેવામાં આવી છે. ડીસીપી જેસી કોઠીયા જણાવ્યું છે કે હાલમાં મેળાના રાઈડ ઓપરેટર યુનુસ મોહમ્મદ, સંચાલક નિલેશ પુરઠીયા અને મેનેજર હેમરાજ મોરેને ઝડપી પાડવામાં આવ્યા છે. રાઈડમાં બનેલી ઘટનાને લઈને એક કમિટીની રચના કરાઈ છે.ઉપરાંત આ કમિટી દ્વારા તમામ રાઈડરનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. દરમિયાન કોઈ ક્ષતિ કે ખામી અને બેદરકારી જાણવા મળશે તો રોયલ મેળા ના સંચાલક સહિતના શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top