શહેરના ઇલેક્શન વોર્ડ નં.5મા આવેલા જાગૃતિ મહોલ્લામાં છેલ્લા દોઢેક મહિનાથી ઉભરાતી ડ્રેનેજના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવનો વારો આવ્યો ,પાલિકાની કામગીરી સામે લોકોનો આક્રોશ
લોકોના મકાનોમાં ડ્રેનેજના ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો,લોકો બિમાર પડી રહ્યા છે છતાં તંત્ર ધ્યાન આપતું નથી
લાઇનની ગોકળગતિએ ચાલતી કામગીરી થી લોકો પરેશાન
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં. 5 સ્થિત જાગૃતિ મહોલ્લામાં છેલ્લા દોઢેક મહિનાથી ઉભરાતી ડ્રેનેજ ના પાણી લોકોના મકાનોમાં બેક મારતાં અહીં દુર્ગંધ અને ગંદા પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.અહી લોકોને જમવું પણ દુર્લભ બની ગયું છે લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે છતાં સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી રહી જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
એક તરફ વડોદરા સ્માર્ટ સિટી બનાવવાની નેતાઓ અને સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા ગુલબાંગો કરવામાં આવી રહી છે સાથે સાથે લોકોના આરોગ્યની ચિંતા માટે હેલ્થ સેન્ટરો ખોલી દેવામાં આવ્યા છે પરંતુ બીજી તરફ શહેરના ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનો ઉભરાવવાને કારણે વેરો ભરતી જનતાને પરેશાન થવાનો, રોગચાળાના માહોલમાં જીવવાનો અને એમ કહી શકાય કે નર્કાગાર સ્થિતમાં રહેવાનો વારો તંત્રના પાપે આવ્યો છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં. 5મા જાગૃતિ મહોલ્લો આવેલો છે જ્યાં પંદર થી સોળ જેટલા મકાનો આવેલા છે અહીં લોકો નિયમિત વેરો ભરી રહ્યાં છે.આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગોકળગતિએ ડ્રેનેજ તથા પાણીના લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે છેલ્લા દોઢેક મહિનાથી આ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાઇ રહી છે સાથે જ ડ્રેનેજના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરોમાં બેક મારી રહ્યા છે,ડ્રેનેજના પાણી ઉભરાઇ રહ્યાં છે જેના કારણે સ્થાનિકોને જમવાનું પણ દુર્લભ થઈ રહ્યું છે અહીં લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે.ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ રહ્યો છે.સ્થાનિકો દ્વારા પ્રસાશનને રજૂઆતો કરવા છતાં આજદિન સુધી તેનો કોઇ નિકાલ આવ્યો નથી જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ તંત્ર દ્વારા જો વહેલી તકે આ સમસ્યાનું નિવારણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં પાલિકાની વોર્ડ કચેરીમાં મોરચા સાથે ધરણાં પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.