Vadodara

વોર્ડ નંબર 13 વિસ્તારમાં એક મહિનાથી ડ્રેનેજ ચોકઅપ હોવાથી હજારો પરિવાર પરેશાની વેઠી રહ્યા છે


ગાયકવાડી વખતની જૂની ચેમ્બર દટાઈ ગઈ, પાલિકાના અધિકારીઓ ને ખબર જ ના પડી


વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી હજારો ઘરમાં ગટરના પાણીનો નિકાલ નહીં થવાના પ્રશ્ન લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ સમસ્યાનો ઉકેલ શોધવામાં તંત્રને ભારે મથામણ કરવી પડી હતી. જેમાં ગાયકવાડી વખતની જૂની ચેમ્બર દટાઈ ગયેલી મળી આવતા તે ચોક અપ હોવાનું જણાયું હતું. જેથી જેટિંગ મશીન બોલાવી સફાઈની કામગીરી કરાવી હતી .પરિણામે ચોક અપ થયેલી લાઈન ક્લીન થતા ગટરના પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો હતો.

વોર્ડ નંબર-13 કોંગ્રેસના નગર સેવક ના કહેવા મુજબ વિસ્તારમાં આવેલા પોલો ગ્રાઉન્ડ સામે રાજદીપ સોસાયટી, સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ, એકઝોટીકા એપાર્ટમેન્ટ, સાંઇ રેસીડેન્સી, તત્વમ એપાર્ટમેન્ટ -1, 2 વગેરેની તમામ ડ્રેનેજ તેમજ મેન હોલ ચોક-અપની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યા બાદ ભવિષ્યમાં ફરી પાછી આવી કોઈ સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને મેન હોલ ને ઉપર દેખાય તે રીતે ઊંચું લાવવું પડશે. જેથી કરીને સફાઈની કામગીરી થઈ શકે.

Most Popular

To Top