(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના તાંદલજા વિસ્તારમાં ગત તા.22મી ડિસેમ્બરના રોજ એક આધેડે પોતાના ઘરે જ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેના પગલે ઓપીરોડ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા યોગી કુટેર ગેટ નં.-1 ખાતેના મકાન નંબર 83મા રહેતા શબીરભાઇ ઉમરભાઇ શેખ નામના 53વર્ષીય આધેડે કોઇક અગમ્ય કારણોસર ગત તા.22મી ડિસેમ્બરના રોજ બપોરે પોણા એક વાગ્યાની આસપાસ પોતાના ઘરના પાછળના ભાગે ખુલ્લા રૂમમાં કપડાં સૂકવવાની નાયલોનની લીલા રંગની દોરી વડે ફાંસો ખાઇ લેતાં સમગ્ર પરિવાર અને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે ઓપીરોડ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે