(પ્રતિનિધિ) વડોદરા તા. 23
નસવાડીના વૃધ્ધે કોઈ અગમ્ય કારણોસર પટ્રોલ છાંટી સળગી જતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું પોલીસે સમગ્ર મામલે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નસવાડીના કન્યા શાળા પાછળ રહેતા 68 વર્ષીય બાબુભાઇ ચીમનભાઈ વાળંદ નામના વૃધ્ધે કોઇપણ કારણોસર ગત તા. 20 મી ડિસેમ્બરના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પેટ્રોલ છાંટી સળગી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેઓને નસવાડીના સીએચસી સેન્ટરમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ગત તા.20મી ડિસેમ્બરના રોજ રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા.22મી ડિસેમ્બરના રોજ સાડા આઠ વાગ્યે વૃધ્ધનું એસ આઇ સી યુ સર્જરી વિભાગમાં ઇએફ યુનિટમા મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.