વન ટુ મેનીનું કનેક્શન પાણીનું કોઈ બીજાનું વેપારીને વેરામાં નોંધીને આપ્યું છે : અનિલ લીંબાચિયા
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેરના કડક બજારમાં દુકાને ધરાવતા એક વેપારીને સ્માર્ટ પાલિકા તંત્રનો કડવો અનુભવ થયો છે તેમની દુકાનમાં છેલ્લા 25 વર્ષથી પાણીનું કનેક્શન નહીં હોવા છતાં પણ તેમને વેરો ફટકારવામાં આવી રહ્યો છે આખરે ધરમના ધક્કા ખાઈ કંટાળી ગયેલા વેપારીએ ના છૂટકે હવે સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરા શહેરના કડક બજારમાં સિનિયર સિટીઝન વેપારી અનિલભાઈ લીંબાચીયા દુકાન ધરાવે છે. હાલ તેમની દુકાનમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીનું કનેક્શન નહીં હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા તેમને પાણીનો વેરો ફટકારવામાં આવી રહ્યો છે. આ મામલે તેઓ રજૂઆત કરીને કંટાળ્યા છે છતાં પણ આજ દિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી આ અંગે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 20 થી 25 વર્ષ થઈ ગયા વન ટુ મેની નું કનેક્શન પાણીનું કોઈ બીજાનું મારી દુકાની અંદર મારા વેરામાં નોંધીને આપેલું છે, અને હું વાંધા અરજી 20 વર્ષથી આપ-આપ કરું છું, પણ આજ સુધી મારી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને એ જે બિલ છે. એ મને ચડાવી ચડાવીને વેરામાં પાછો મોકલી આપે છે. પહેલેથી જ મારી દુકાનમાં પાણીનું કોઈ કનેક્શન નથી અને એમની પાસે એમના નામ છે કે જેનું કનેક્શન છે, તેમ છતાં એમને હેરાન નથી કરતા. અને મને હેરાન કરી રહ્યા છે. મેં છેલ્લા 20 વર્ષથી આ બાબતે રજૂઆત કરી રહ્યો છું. એ માત્ર ને માત્ર મને અહીં જઈ આવો ત્યાં જઈ આવો આને મળી આવો, એમ કહી અને ધરર્ના ધક્કા ખવડાવી રહ્યા છે. પહેલા વહીવટી વોર્ડ નંબર 6 ની અંદર પીન્ટુભાઇ રાઠોડ કરીને હતા એમને રજૂઆત કરી હતી. એના પછી એમના વોર્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ એમને પણ વાત કરી હતી. મારો વિસ્તાર ટ્રાન્સફર થઈ ગયો, 13 નંબરમાં આવી ગયો છે. જેમાં પણ ભીમસિંગભાઈ વસાવાને પણ મેં રજૂઆત કરેલી છે. પણ જે જૂની ઓફિસમાંથી જે માહિતી આવી હતી. એ કહે છે કે, અમારી પાસે આવી જ નથી અને છેલ્લા એ માહિતી મેં એમને બતાવી પણ ખરી, પણ એ લોકો કહે છે કે, તે અમારી પાસે આવી નથી. કોઈ સરખો જવાબ નથી મળી રહ્યો. મારી દુકાન સીલ મારી દે કે ગમે તે કરી શકે છે એ લોકો પણ હવે બીજાનું કનેક્શન છે, તો હું કેવી રીતે ભરુ અને એ પણ વન ટુ મીની નું કનેક્શન છે. મારી અપેક્ષા એક જ છે કે મને આ માનસિક ત્રાસ માંથી હવે મુક્ત કરે અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હવે આત્મહત્યા કરી લઈએ બીજું શું કારણ કે આ જ સુધી મારું નાક કપાયું નથી. હું કોઈ કેસમાં આવી ખોટી રીતે આવ્યો નથી. મારી તરફ કોઈકે આંગળી નથી કરી. એટલું સારું જીવન છે મારું, તેમ છતાં પણ આ રીતે પાણીના કનેક્શનમાં હેરાનગતિ થઈ રહી છે, તેમ વેપારી અનિલભાઈ લીંબાચીયાએ જણાવ્યું હતું.