Vadodara

લક્ષ્મીપુરા તળાવ ફરતે ફેન્સિંગ કર્યું હોત તો યુવાનનો જીવ બચી જાત:પરિવારજનો

બે દિવસ પહેલા લક્ષ્મીપુરા તળાવમાં કાર ખાબકતાં બે મિત્રો પૈકી એકનું મોત નિપજ્યું હતું તેને કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ પાલિકા તંત્ર ની નિષ્કાળજી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા

શહેરના લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે આવેલ તળાવમાં બે દિવસ પહેલા કાર ખાબકી હતી જેમાં સવાર બે મિત્રો પૈકી કેતન પ્રજાપતિ નામના એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું જેને કેન્ડલ માર્ચ થકી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ જે વડોદરા મહાનગરપાલિકાની લાપરવાહીના કારણે આ દુર્ઘટના થયેલ હોવાના સ્થાનિકો તથા મૃતકના પરિજનો દ્વારા આક્ષેપો કરાયા હતા જેમાં જણાવ્યાં પ્રમાણે જો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવની ફરતે ફેન્સીંગ કર્યું હોત તો આ યુવાનનો જીવ બચી શકે તેમ હતો એક બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ લક્ષ્મીપુરા તળાવ કે જે 20 થી 25 ફૂટ જેટલું ઊંડું છે અને તેની ચારે ફરતે રોડ આવેલો છે તેમ છતાં ફેન્સીંગની કામગીરી કરેલ નથી તેના કારણે યુવાન દીકરાનું મોત થયું છે તે સંદર્ભે તળાવ પાસે સુરેશ મહારાજની અધ્યક્ષતામાં કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી

Most Popular

To Top