Vadodara

વડોદરા : બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરનાર કેન્દ્રીય ગૃહમંત્રીનો ભીમસેના દ્વારા ભારે વિરોધ

વડોદરા તારીખ 22
દિલ્હી સાંસદ ભવનમાં ગૃહ મંત્રી દ્વારા બાબાસાહેબ આંબેડકરના કરવામાં આવેલા અપમાનને લઈને દલિત સમાજ સહિત ભીમસેનાના કાર્યકરોમાં મારે આક્રોશ ફેલાયો છે. જેને લઈને સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન પાસે બાબાસાહેબ આંબેડકરના સન્માનમાં તથા કેન્દ્રીય ગૃહ મંત્રીના વિરોધમાં જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભીમસેનાના કાર્યકરો સહિત, મહિલાઓ,યુવતીઓ, બાળકીઓ,બાળકો જોડાયા હતા. પ્લે કાર્ડ અને બેનરો સાથે અમિત શાહનો વિરોધ નોંધાવ્યો હતો. ભીમ સેનાના કાર્યકરો દ્વારા ગૃહ મંત્રીના વિરોધમાં ભારે સૂત્રો ચાર પણ કરવામાં આવ્યા હતા. રોસે ભરાયેલા કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ પણ યોજતા પેહલા પોલીસ એન્ટ્રી કરી હતી અને પૂતળું કબ્જે કર્યું હતું.
તાજેતરમાં જ દિલ્હી ખાતે સાંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર અપમાન કરવામાં આવ્યું હતું. જેના સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈને 22 ડિસેમ્બર ના રોજ દલિત સમાજ દ્વારા પ્લે કાર્ડ અને બેનરો સાથે ગૃહ મંત્રી અમિત શાહના વિરોધમાં વડોદરાના સર્કલથી જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાબાસાહેબ આંબેડકર ના જય ગોસના નારાઓ સાથે અમિત શાહ વિરુદ્ધ ભારે સૂત્ર ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભીમ સેના દ્વારા ગૃહમંત્રીના પુત્રનું દહન કરવાનો કાર્યક્રમ પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે પૂતળાદહન કરતા પહેલા જ ભીમ સેનાના કાર્યકરોને અટકાવી લીધા હતા અને જેના કારણે ભીમ સેનાના કાર્યકરો અને પોલીસ સાથે સામાન્ય ચકમક ઝરી હતી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. દલિત સમાજ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં ભીમસેનાના કાર્યકરો મહિલાઓ નાની દીકરીઓ તથા યુવાનો પણ જોડાયા હતા.

Most Popular

To Top