વડોદરા હાલોલ,અડાલજ મહેસાણા રોડ ઉપર ટેક્સ નહીં ચૂકવે,જ્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટોલટેક્સ બહિષ્કારનો ફીયાસકો થયો :
ટેક્સ વસૂલવા કંપની દ્વારા સરકાર પાસે વર્ષ 2040 સુધી એક્સટેન્શન મંગાવ્યું હતું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના બે ટોલનાકા ઉપર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે શનિવારે વડોદરા હાલોલ ટોલનાકા પર પણ વિરોધ કરવામાં આવ્યો હતો કંપની દ્વારા હજી 2040 સુધીનું એક્સટેન્શન માંગી રહી હોવાના કારણે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે વડોદરા હાલોલ ટોલ રોડ ઉપર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટોલટેક્સ બહિષ્કારનો ફિયાસકો થયો છે. વડોદરા હાલોલ ટોલ રોડ ઉપર ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે.
રોડ બનાવ્યા બાદ અનેક ગણો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. જેના કારણે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આંદોલનનું ઉગામવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં બે ટોલનાકા ઉપર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલનો બહિષ્કાર કરનાર છે. આજથી બંને ટોલનાકા પર ટોલનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વડોદરા-હાલોલ અને અડાલજ- મહેસાણા રોડ ઉપર હવેથી ટેક્સ નહીં ચૂકવે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજથી આંદોલન કરવામાં આવી રહ્યું હોય જેના ભાગરૂપે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ આ વિરોધ કરવામાં આવ્યો છે. રોડ બનાવ્યા બાદ અનેક ઘણો ટેક્સ વસૂલાયો છે. બંને રોડ ઉપર વર્ષ 2001 અને વર્ષ 2002 થી ટોલ વસૂલાત ચાલી રહી છે. ટેક્સ વસૂલવા માટે કંપની દ્વારા સરકાર પાસે વર્ષ વર્ષ 2040 સુધી હજી વધુ એક્સટેન્શન માંગવામાં આવ્યું છે.
વડોદરા હાલોલ રોડ બનાવવા 170.64 કરોડનો ખર્ચ થયો છે. અડાલજ મહેસાણા રોડ માટે 344.25 કરોડનો ખર્ચ થયો છે. 500 કરોડના ખર્ચ સામે 3000 કરોડના ટેક્સની અત્યાર સુધી વસુલાત કરી છે. ત્યારે, કંપની હજી પણ 2040 સુધીનું એક્સટેન્શન માંગી રહી છે. જેના કારણે ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટોલટેક્સ બહિષ્કારનો ફિયાસકો થયો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા હાલોલ રોડ ઉપરથી ભારદારી વાહનો જઈ રહ્યા છે. એસોસિએશનના હોદ્દેદારોની અપીલને ટ્રક માલિક અને ડ્રાઇવરોએ નહીં માની. વડોદરા હાલોલ રોડ ઉપર કેટલાક એસોસિએશનના હોદ્દેદારો ભેગા થઈને ધરણા કરી રહ્યા છે.ભારદારી વાહનોને વડોદરા હાલો રોડનો ઉપયોગ ન કરવા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.