ઓવર સ્પીડને કારણે ગાડી તળાવની મધ્યમાં પહોંચી ગઈ :
ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરા શહેરમાં ઓવર સ્પીડના કારણે આખી કાર તળાવમાં ખાબકતા બે મિત્રો પૈકી એક મિત્રનું મોત થયું છે. જ્યારે એક મિત્રનો આબાદ બચાવ થયો હોવાથી ઘટના મધરાત્રીએ બની હતી.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા તળાવમાં મધરાત્રીએ આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં એક કાર ખાબકતા બે મિત્રો પૈકી એકનું મોત થયું છે. જ્યારે એકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં મધરાત્રીએ એક ક્રેટા કાર આ તળાવમાં ખાબકી હતી. નજરે જોનાર લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ દરમિયાન કારમાંથી એક યુવક બહાર નીકળી આવ્યો હતો.જ્યારે બીજો એક અન્ય યુવાનથી કારમાંથી નીકળી ન શકાતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા કલાકોની ભારે જેમ જ બાદ કાર અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે સ્થાનિક પોલીસે મૃત દેને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર યુવકો સાથે ખાબકી હોવાની જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સ્ટેશન ખાતે કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સાથે દોડી આવી હતી અને ત્વરિત પાણીમાં ગરકાવ થયેલા યુવક સાથેની ગાડીની શોધખોળ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ગાડીમાં લોકોના જણાવ્યા અનુસાર તળાવમાં તે વિસ્તારમાં અંદર આશરે બે જેટલી બિલાડીઓ ફેંકી બચાવ કામગીરી હાથ ધરી હતી. તેવામાં તાત્કાલિક ગાડી હાથમાં આવી ગઈ હતી અને અંદરથી યુવક પણ મળી આવ્યો હતો. ક્રેઇનની મદદ વડે આશરે દોઢ થી બે કલાકની ભારે જેહમત બાદ ક્રેટા ગાડી અને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તેને બહાર કાઢવામાં આવતા તેને પ્રથમ સારવાર આપવામાં આવી હતી. જો કે ઘણા સમય સુધી તે પાણીમાં ગરકાવ રહ્યો હોય તેનું મોત થયું હતું. જ્યારે તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો. મધરાત્રિએ આશરે ત્રણથી સાડા ત્રણ વાગ્યાની આસપાસ મૃતદેહને સ્થાનિક પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.