કોયલી ગામ પાસે આવેલ રિફાઇનરીમાં 2 થી વધુ બ્લાસ્ટ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડયા હતા. બે થી ત્રણ બ્લાસ્ટ થતાં આસપાસના ગામોના લોકો ભયભીત થયા છે.
ગત તારીખ 11 નવેમ્બરના રોજ બપોરે ને સાંજે એમ કરીને બે બ્લાસ્ટ થયા હતા.અગાઉ બેન્ઝીન ટેન્ક માં બ્લાસ્ટની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા.
ત્યારબાદ રિફાઇનરીના વધુ એક પ્લાન્ટમાં બે થી વધુ બ્લાસ્ટ થયા. છે. બ્લાસ્ટની ઘટના બનતા જ તંત્ર દોડતું થયું હતું. સ્થાનિક સહિત બહારની ફાયર બ્રિગેડ ની ટીમો કામે લાગી છે….
વડોદરા શહેર નજીકના કોયલી રિફાઇનરી આઇઓસીએલમાં ફરી એકવાર બે થી વધુ પ્રચંડ ધડાકાઓ સાથે આગ થી ધૂમાડાના ગોટેગોટા
એક મહિનાના અંતરાલમાં જ બીજી વખત પ્રચંડ બ્લાસથી આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું
પ્રચંડ ધડાકા બાદ કર્મચારીઓને છોડી મૂકવામાં આવ્યા છે તથા અંદર જે લોડિગ અનલોડિગ માટે આવેલ ગાડીઓને બહાર કાઢી દેવામાં આવ્યા છે
પ્રચંડ ધડાકા બાદ ધૂમાડાના ગોટેગોટા થી આસપાસના લોકો રિફાઇનરી ગેટ પાસે દોડી આવ્યા
શનિવારે સાંજે વડોદરા શહેર નજીકના કોયલી રિફાઇનરી (આઇઓસીએલ) ખાતે એક જ મહિનાના અંતરાલમાં બીજી વાર બે થી વધુ પ્રચંડ ધડાકા બાદ ધૂમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આગ લાગતાં તાત્કાલિક ઇમરજન્સી સાયરન બાદ કર્મચારીઓને છોડી મૂકવામાં આવ્યા હતા તથા કંપનીમાં અંદર મટીરિયલ ભરેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા જો કે કોઇ કર્મચારી ને જાનહાનિ કે ઇજા થયાના સમાચાર નથી, પોલીસની ટીમ સહિતના ફાયરબ્રિગેડના અધિકારીઓ પણ અહીં દોડી આવ્યા હતા.
ગત 11મી નવેમ્બર ને સોમવારના રોજ બપોરે સાડા ત્રણની આસપાસ કોયલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમા પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ લાગી હતી ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે ફરી એકવાર પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી આ આગ એટલી તો ભયંકર હતી કે રિફાઇનરી ના સાત આઠ કિલોમીટર દૂરથી જોઇ શકાતી હતી અને તેને કાબૂમાં લેવા માટે વડોદરાની ફાયરબ્રિગેડ ની તમામ ટીમો ઉપરાંત સુરત, અમદાવાદ, હાલોલ, ગોધરા, આણંદ સહિતના ફાયરબ્રિગેડ ની ટીમો કોયલી રિફાઇનરી ખાતે દોડી આવી હતી અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો તથા મોડી રાત્રે અઢી વાગ્યે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
આ સમગ્ર મામલે તપાસ કાર્યવાહી ની માંગ સાથે સ્થાનિકોએ કોયલી તથા આસપાસના વિસ્તારોમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી પરંતુ ત્યારબાદ સમય વિતતા જાણે સમગ્ર મામલે ઠંડું રેડાઇ ગયું હતું અને ફરી એકવાર શનિવારે બે થી વધુ પ્રચંડ ધડાકા સાથે ધૂમાડા નજરે પડ્યા હતા જ્યાં સ્થાનિક ફાયરબ્રિગેડ ટીમ સિવાય અન્ય ફાયર ટીમો કામે લાગી હતી
અગાઉ ગત નવેમ્બરમાં બનેલ બનાવમાં બે કર્મીઓના મોત નિપજ્યાં હતાં. ઘટનાના એક મહિના બાદ પણ આગનું ચોક્કસ કારણ તથા જવાબદારો સામે કોઇ કાર્યવાહી સુનિશ્ચિત ન થતાં આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા ગ્રામજનોએ તથા કેટલાક સંગઠનો દ્વારા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા રાજ્યના મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય રજૂઆતો કરી હતી. પરંતુ સમગ્ર મામલે ઠંડું પાણી રેડાઇ ગયું હતું. ત્યારબાદ પણ તંત્રે ગંભીરતા ન દાખવતાં શનિવારે ફરી એકવાર આઇઓસીએલમાબે થી વધુ પ્રચંડ ધડાકા થતાં આસપાસના વિસ્તારોના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું લોકો ધૂમાડાના ગોટેગોટા અને ધડાકા બાદ રિફાઇનરી ખાતે દોડી આવ્યા હતા.