*જરોદના બોરીન્દ્રા ગામે પ્રેમી પંખીડા એક સાથે ફાંસો ખાઈ કર્યો અપઘાત*
બાવળની ડાળીએ એકજ દોરડાથી બે જીવનલીલા સંકેલાઈ
વાઘોડિયા:
ઊભરતી જવાનીએ માંડ પગ મંડાયો હોય ત્યા આંખો ચાર થતા પ્રેમમા સાથે રહેવા મરવાના કોલ જુવાન હૈયા આપી દેતા હોય છે. અને પછી લાગણીભર્યા પ્રેમસંબઘની દુનિયા કદર નહિ કરે તેવુ માની પોતાની જીવનલીલા સંકેલી અંત આણી દેતા હોય છે અને પરીવાર, દોસ્તો અને સ્વજનોને કાયમ માટે આંખમા આસુ છોડી દુખના દરીયામા ઘકેલી દેતા હોય છે. જરોદના બોડીન્દ્રા ગામે પ્રેમી પંખીડા સાથે જીવી ના શકતા સાથે અપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બોરિન્દ્રા ગામમાં એક જ ફળિયામાં પાસે પાસે રહેતા હિરલ પ્રતાપસિંહ પરમાર (19) અને મિતેશ રાજેશભાઈ ચૌહાણ (20)વચ્ચે એકજ ફળીયામા નજીક નજીક રહેતા હોય સાથેજ રમીને મોટા થયા હોય બંન્ને વચ્ચે જુવાનીના ઊબરે પગ મુક્તાજ લાગણીભર્યા સંબઘો પાંગર્યો હતો. મિતેશ જરોદ પાસેની એક ખાનગી કંપનીમાં જોબ કરતો હતો. જોકે એક જ ગામના એક જ ફળિયામાં રહેતા આ પ્રેમી પંખીડાઓ એકબીજા વગર જીવી નહિ શકે અને સમાજ કયારેય પોતાના પ્રેમલગ્ન થવા નહિ દે તેવી પિડાથી પિડાતા પ્રેમી પંખીડાએ પ્રેમમા સાથે જીવવા મરવાના કોલ એક બીજાને આપી તો દિઘા પરંતુ પરીવાર બીજે લગ્ન કરાવી દે અથવા તો સમાજ પ્રેમ લગ્ન નહીં થવા દે તેવુ વિચારી વિચારી બ્ંન્ને પ્રેમીપંખીડાએ પોતાને લાડ લડાવી, ભણાવી ગણાવી જુવાની સુઘી ઊછેરનાર પરીવારનો ક્ષણીક પણ વિચાર કર્યો વિના પ્રેમમા સારાનરસાનુ ભાનભુલી સાથેના જીવી શકીએ તો કાંઈ નહિ સાથે તો મરી શકિએ! તેવા વિચારોના આવેગમા આવી બંનેએ સાથે મરવાનુ નક્કી કરી લિઘુ. ઘરેથી દોરડુ લઈ ગામ પંચાયતની આવેલી પડતર જમીનમાં આવેલા કોતરોની ગાંડા બાવળના ઝાડ નીચે છેલ્લીવાર પ્રેમભરી નજરે એકબીજાને નિહાળી દોરડાના એક છેડે હિરલ અને બીજા છેડે મિતેશે પોતપોતાના ગળામા ગાળિયો બનાવી બાવળની ડાળીએ દોરડુ બાંઘી આપઘાત કરી લિઘો હતો.મોડે સુઘી બંન્નેના કોઈ સગડ નહિ મળતા ગામની સિમમા શોઘ કરતા મરણ ગયેલી હાલતમા આ પ્રેમી પંખીડા એકજ ઝાડે એકજ દોરડે ઝુલતા જોવા મળતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગેની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રેમી પંખીડાના મૃતદેહને ઝાડ પરથી ઊતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આમ જુવાન જોધ દીકરા દીકરીએ વગર વિચારીએ ભરેલા પગલાને લઈ બંન્ને પરીવારો પર દુખનો પહાડ તુટી પડ્યો છે. જેને લઈ ગામમાં ગમગીની જોવા મળી હતી.