Vadodara

બાઇક સ્લીપ થતાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

(પ્રતિનિધિ ) વડોદરા તા. 19

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના એક આધેડનું ગોધરા રોડ પર બાઇક સ્લીપ થતાં સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર રોડ ખાતે આવેલા આશિયાના સોસાયટીમાં રહેતા શેખ અબ્દુલ રસીદ અબ્દુલ ગની (ઉ.વ.55) ગત તા. 15મી ડિસેમ્બરના રોજ ટુવા ગામ, ગોધરા રોડ પર બાઇક લઇને જતા હતા તે દરમિયાન બાઇક સ્લીપ થતાં તેઓને ઇજાઓ પહોંચી હતી જેથી તેમને ગોધરા ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ગત તા. 15મી ડિસેમ્બરના રોજ સાંજે સાડા ચારની આસપાસ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગત તા.18મી ડિસેમ્બરના રોજ રાત્રે આઠ કલાકની આસપાસ એસ.આઇ.સી.યુ. ના સર્જરી ડિપાર્ટમેન્ટ ના એ -યુનિટમા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top