Vadodara

પાવીજેતપુરના યુવકનું બાઇક પરથી પડી જતાં સારવાર દરમિયાન મોત

પ્રથમ સારવાર કદવાલ સીએચસી સેન્ટરમાં કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના એક ગામનો યુવાન ગત તા.18મી ડિસેમ્બરના રોજ બાઇક પરથી અચાનક પડી જતાં ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ખાતે પરિવાર સાથે રહેતો અશ્વિનભાઇ રાકેશભાઇ હરિજન નામનો 23 વર્ષીય યુવાન ગત તા. 18મી ડિસેમ્બરના રોજ સાડા સાતની આસપાસના સુમારે બાઇક પરથી પડી જતાં તેને પ્રથમ સારવાર અર્થે કદવાલના સીએચસી સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રિફર કરી વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત તારીખ 19 મી ડિસેમ્બરના રોજ અઢી વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન તેનું આઇસીયુ સર્જિકલ ના સી -યુનિટમા મરણ જાહેર કરવામાં આવ્યો હતો અને મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top