*સરકારી અને બચાવ પક્ષની દલીલો વચ્ચે જામીનપાત્ર ગુનો હોય જામીન મંજૂર કરાયા*
*વડોદરા ક્રાઇમબ્રાન્ચે મહામહેનતે દમણથી દબોચ્યો , બુધવારે રાત્રે સર્વિસ કરી તેનો વરઘોડો પણ કાઢ્યો હતો*
શહેરમાં વેપારીને ધમકી આપી વ્યાજની માંગણી કરતા વેપારીએ ત્રાસી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કલ્પેશનું નામ ખુલતા એ પોલીસ ધરપકડથી બચવા ફરાર થયો હતો. તેની ધરપકડ કરી પોલીસ દમણથી વડોદરા લઈ આવી હતી. કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.
સંતોષ ભાવસાર નામના વ્યાજખોરોની ઉઘરાણીથી,ત્રાસથી કંટાળી ફ્રુટના વેપારીએ ફિનાઇલ પી લીધું હતું આ મામલે નવાપુરા પોલીસે 2 ડિસેમ્બરના રોજ ગુનો નોંધી સંતોષ ભાવસારની ધરપકડ કરી તેની પુછપરછમાં સંતોષ ભાવસાર રૂ. 47 લાખ કલ્પેશ કાછિયા પાસેથી લીધા હોવાનું તેને પોલીસને જણાવ્યું હતું કલ્પેશનુ નામ ખુલતા પોલીસ ધરપકડ ટાળવા તે નાસતો ફરી રહ્યો હતો. પોલીસથી બચવા તે ચાલતો સાંળગપુર દર્શન કરવા માટે પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ એ ત્યાંથી પરત ફરી એક દિવસ વડોદરા આવી અંકલેશ્વર ખાતે રહેતા એક મિત્રની ગાડી લઈને એ દમણ પહોંચ્યો હતો.મિત્રના મિત્રના ફ્લેટમાં તે પોતાના પુત્ર સાથે રોકાયો હતો. મોડી રાતે ચોક્કસ માહિતીને આધારે કલ્પેશ દમણમાં છે.જેથી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી કુખ્યાત કલ્પેશનું ચોક્કસ લોકેશન મળતા પોલીસ ફ્લેટના છઠ્ઠા માળે પહોંચે છે. પુત્રએ દરવાજો ખોલી રૂમમાં એકલો હોવાનુ જણાવ્યુ હતુ. બાથરૂમની બારી ખુલ્લી જોવા મળી હતી અને પોલીસે બાથરૂમ ની બારીમાંથી જોતા કલ્પેશ પાઇપ પકડીને નીચે ચોથા માળની બારીના છજ્જા પર છૂપાયો હતો ત્યાંથી ઝડપી વડોદરા લવાયો હતો જ્યાં ક્રાઇમબ્રાન્ચની કચેરીએ રાત્રે ખંડણી, હત્યા,વેપારીને આત્મહત્યા કરવા મજબૂર કરવા સહિતના અનેક ગુનાઓમાં સામેલ કુખ્યાત કલ્પેશ કાછીયાનો રાત્રે પોલીસે વરઘોડો કાઢ્યો હતો અને ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલો થઈ હતી પરંતુ જામીનપાત્ર ગુનો હોય તેને કોર્ટમાંથી જામીન મળી જતા તેનો જામીન પર છૂટકારો થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, કલ્પેશ કાછિયાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ તે રદ્ થઇ હતી.