આવનારા દિવસોમાં પાલિકાએ વિકાસના અનેક કામો કરકસર થી અથવા કામો પર બ્રેક મારવી પડે તેવી સ્થિતિ સર્જાશે
કોર્પોરેશનની મળનારી સ્થાયી સમિતિમાં રૂપિયા 110 કરોડ ઉપરાંતની રકમના કામો રજૂ કરવામાં આવ્યા છે. તમામ કામો પૈકી મોટાભાગના કામો અંદાજથી વધુ રકમના છે. જેથી કોર્પોરેશનમાં ઊંચા ભાવે ભાવપત્રો રજૂ કરનાર ઇજારદારોને અંદાજથી લગભગ રૂ.17.50 કરોડ જેટલી વધારાની રકમ ચૂકવવી પડશે. જેના કારણે મસમોટું આર્થિક ભારણ આવશે.
ઘણા સમયથી સ્થાયી સમિતિમાં રજૂ થતા કામો ખૂબ ઊંચા ભાવના રજૂ થઈ રહ્યા છે. જેના કારણે પાલિકાની તિજોરી પર વધારાનું આર્થિક ભારણ આવી રહ્યું છે. આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં વડોદરા કોર્પોરેશનને ખર્ચ કરવામાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય તેમ દેખાય છે. તારીખ 20 ડિસેમ્બરના રોજ મળનાર સ્થાયી સમિતિમાં કુલ રૂપિયા 110 કરોડથી વધુના કામો રજૂ થયા છે. આ પૈકી મોટાભાગના કામો વધુની રકમના આવ્યા છે. પાલિકાની સ્થાયી સમિતિમાં આ સપ્તાહે રૂ.110 કરોડથી વધુના કામો રજૂ થયા છે. તેમાં અંદાજે 100 કરોડના કામોમાં ઊંચા ભાવના ટેન્ડરો આવ્યા છે. ઊંચી ટકાવારીની વાત કરીએ તો પાલિકાએ વધુ ભાવના કારણે અંદાજથી લગભગ રૂ.17.50 કરોડ જેટલી વધારાની રકમ ચૂકવવાની નોબત ઊભી થઈ છે. પાણી પુરવઠા, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેઝ ડી વર્કસ, સ્ટ્રીટ લાઈટ, રોડ પ્રોજેક્ટ શાખા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના કામો અંદાજથી વધુ રકમના રજૂ થયા છે. પાલિકામાં જે ઊંચા ખર્ચના કામો રજૂ થાય છે તેના પર કોઈની પકડ નથી. જેથી ભવિષ્યમાં પાલિકાએ વિકાસના અનેક કામો હાથ ધરવા કરકસર અથવા કામો પર બ્રેક મારવી પડે તેવી સ્થિતિ વર્તમાન પરિસ્થિતિને જોતા જણાઈ રહી છે.
વડોદરા: સ્થાયી સમિતિમાં રૂ.110 કરોડથી વધુના કામો રજૂ કરાયા
By
Posted on