એજીએસયુની કોમર્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત :
60 દિવસ વીતી ગયા પણ હજી સુધી પરિણામ જહેર નહીં થતા વિદ્યાર્થીઓને બીજા વિષયમાં સ્કોર કરવામાં હાલાકી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં ફરી એક વખત વિદ્યાર્થીઓના પરિણામને લઈ બખેડો ઉભો થયો છે. હાલ એસવાય બીકોમ સેમેસ્ટર-3 ની ઈન્ટર્નલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી.તેવામાં એક્સ્ટર્નલ પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે, એજીએસયુના વિદ્યાર્થી આગેવાનો દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવી વહેલી તકે પરિણામો જાહેર કરવા માંગણી કરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સમાં એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા ડીન જે.કે પંડ્યાને રજૂઆત કરવામાં આવી હતી. એસવાય બીકોમ સેમેસ્ટર-3ની ઈન્ટર્નલ પરીક્ષા 21ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ હતી. પરંતુ હજુ સુધી ઈન્ટર્નલ પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના નિયમ અનુસાર 45 દિવસમાં પરિણામો જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ આજે 60 દિવસ ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતાં પણ ઈન્ટર્નલ પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. સાથે સાથે સેમેસ્ટર ત્રણની એક્સટર્નલ પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે જેને આજે ચાર પેપર પણ પૂર્ણ થઈ ગયા છે. વિદ્યાર્થી અગ્રણીએ જણાવ્યું હતું કે, મેન બિલ્ડીંગ ખાતે જે સેમેસ્ટર 3 નું ઈન્ટર્નલનું જે રીઝલ્ટ છે એને 60 દિવસ થઈ ગયા હોવા છતાં પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જે મિડ સેમેસ્ટરની પરીક્ષા લેવાય હતી એનું પરિણામ પણ જાહેર નથી થયું. ચાર પેપર પણ પતી ગયા વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં છે. એમના અમારી ઉપર કોલ પર કોલ આવી રહ્યા છે કે પરિણામ ક્યારે જાહેર થશે. ચાર પેપર થઈ ગયા છે અને હજી પણ એવું કહેવામાં આવે છે કે 24 કલાકની અંદર પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જેટલા પેપર બાકી છે તેના, પણ એમાં સ્કોર વિદ્યાર્થીઓ કેવી રીતે કરી શકશે. પણ હજી રીઝલ્ટ જાહેર નથી કર્યું જે નવા ડીન બન્યા જે કે પંડ્યા એમને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે જે ઈન્ટર્નલનું પરિણામ છે તે જાહેર કરવામાં આવે અને એમના દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે કે બનતી કોશિશ કરે છે કે જલ્દીમાં જલ્દી પરિણામ જાહેર કરી દે.