Vadodara

ડબ્બલ રૂપિયા કરી આપવાની લાલચ આપી નાણાં પડાવતી ટોળકી શહેરમાં સક્રિય

લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે’ તે કહેવતને સાર્થક કરતા બે અલગ અલગ બનાવોમાં પૂજા વિધિના નામે લાખોની છેતરપિંડી

બંને કિસ્સામાં ઓટો રિક્ષા ચાલકો અને તેઓની ટોળકી સક્રિય બની મહિલાઓને નિશાન બનાવી છેતરપિંડી કરી રહી છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 17

પ્રથમ બનાવમાં શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલા બાપોદ જકાતનાકા પાસે વૈકુંઠ સોસાયટીમાં બી/870મા રહેતા દક્ષાબેન ત્રંબકલાલ ત્રિવેદી (ઉ.વ.56) પોતાના પતિ સાથે રહે છે અને ખાનગી સિક્યુરિટીમા છેલ્લા એક માસથી નોકરી કરે છે તેમના પતિ પણ ખાનગી સિક્યુરિટીમા ફરજ બજાવે છે દક્ષાબેન ગત તા.27-10-2024ના રોજ ફતેગંજ પોસ્ટ ઓફિસેથી રાત્રે નવ વાગ્યે રિક્ષામાં બેસીને પરિવાર ચારરસ્તા પાસે ઉતરી ગયા હતા જ્યાં રિક્ષાવાળાએ દક્ષાબેનને જણાવ્યું હતું કે “તમારી પાસે સિક્કા પાછળ માતાજી હોય તેવા સિક્કાના તમને પૈસા અપાવીશ” તેમ જણાવતા દક્ષાબેને હા પાડી હતી અને મોબાઇલ નંબરની આપલે કરી હતી ત્યારબાદ ગત તા.31-10-2024ના રોજ રિક્ષાચાલક પોતાના બે મિત્રો અશોકભાઇ તથા અરવિંદભાઈ સાથે બપોરે દક્ષાબેનના ઘરે આવેલ ત્યારે દક્ષાબેને રૂ.10નો સિક્કો આપ્યો હતો ત્યારે અશોકભાઇ એ દક્ષાબેન ને પૂજામાં બેસાડી રૂ.6400ની માંગણી કરી હતી ત્યારબાદ પૂજામાં રૂ્.1,00,000મૂકાવી આ રૂ.10,00,000 થઇ જશે તેમ જણાવી વિશ્વાસમાં લ ઇ રૂ. એક લાખ લ ઇ ઓડ ગામે પૂજા માટે જ ઇશુ તેમ જણાવી બીજા દિવસે ઓડ ખાતે દક્ષાબેન તથા તેમના પતિને રિક્ષામાં બેસાડી રણછોડપુરા થી આગળ નહેરમાં થઈ એક ખેતરમાં લઇ ગયા હતા અને પૂજા વિધિ કરી હતી અને રૂ.500ના દરની ચલણી નોટો ડબ્બામાં મૂકી ઘરે લઈ જઈ બીજા પૈસા આવે ત્યારે ભાગ પાડવાની વાત કરી હતી અને ડબ્બામાં ચાર લાખ રૂપિયા હોય બીજા રૂ.20,000તથા રૂ.50,000માગી લીધાં હતાં જ્યારે ઘરે આવી દક્ષાબેને ડબ્બો ખોલતાં ત્રણ નારિયેળ નિકળ્યા હતા ત્યારે દક્ષાબેનને ખબર પડી કે તેઓ રૂ.1,76,400ની છેતરપિંડી નો ભોગ બન્યા છે ત્યારે આ મામલે તેમણે ત્રણેય વિરુદ્ધ કપૂરાઇ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કપૂરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા એક બનાવમાં, શહેરના માંડવી વિસ્તારમાં આવેલી યુકો બેન્ક વાળી ગલીમાં ઘંટીવાળાના નાકે રહેતા ભારતીબેન મનહરભાઇ ચૌહાણ નામના (61) વર્ષીય મહિલા ભાડેથી એકલા રહે છે અને એક રેસ્ટોરન્ટમાં નોકરી કરી જીવનનિર્વાહ કરે છે તેમના પતિ પંદર વર્ષથી સાથે રહેતા નથી તેમને ત્રણ સંતાનો છે બે દીકરીઓના લગ્ન થ ઇ ગયા છે જ્યારે દીકરો પતિ સાથે રહે છે ભારતીબેન ગત સપ્ટેમ્બર -2024મા અમદાવાદ ખાતે રતનપોળ પાલગડવાડ ખાતે ચાદરોની ખરીદી સાથે અન્ય કાપડની ખરીદી કરી ગીતા મંદિર થી બસમાં વડોદરા ડેપો ખાતે ઉતરી શટલ રિક્ષામાં ન્યાયમંદિર આવ્યાં હતાં જ્યાં રિક્ષા ચાલકે ભારતીબેનનુ નામ અને મોબાઇલ નંબર મેળવી લીધેલ અને ત્રીજા દિવસે ફોન કરી ભારતીબેનને “તમારી જીંદગી બનાવી આપીશ”તેમ જણાવી એક ભાઇ પાસે રૂ.10ની ત્રણ આઠડા વાળી નોટ છે તે માંગે એટલા રૂપિયા આપી પૂજાવિધિ કરવાની છે તેમ જણાવી માંડવી ખાતે તે ભાઇને બોલાવી બીજા દિવસે ડભોઇ વિધિ કરવા જવાનું જણાવી એક મકાન પાસે ડભોઇ ગયા હતા તથા વિધિ માટે રૂ.500,200,100અને રૂ.50ની કુલ રૂ 850મૂકાવ્યા હતા અને પછી વિમલનો થેલો રૂપિયાથી ભરી દીધો હતો અને મહારાજે થેલો પોતાની પાસે રાખી સાડા ત્રણ લાખ લાવવા જણાવ્યું હતું જેથી ભારતીબેને પોતાના નાના ભાઈ પાસેથી રૂ 2,50,000તથા જમાઇ પાસેથી રૂ.1,00,000લીધા હતા આમ સાડા ત્રણ લાખ લ ઇ ભારતીબેન એક્ટિવા લઇને બોરસદ સૂર્યમંદિર પાસે ચ્હા વાળાની ઝૂંપડી પાસે ગયા હતા જ્યાં મહારાજ તથા ઓટો રિક્ષા વાળાએ તેમને સ્ટીલનો ડબ્બો આપ્યો હતો ડબ્બો એક અઠવાડિયા બાદ ઘરે ખોલતાં તેમાં ત્રણ નારિયેળ નિકળ્યા હતા આમ મહિલા સાથે કુલ રૂ 3,50,850ની છેતરપિંડી કરાતાં મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top