તરસાલી મેઈન રોડ પર ખાડામાં પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક વખત બેદરકારી છતી થઈ છે. વિકાસના નામે ચાલી રહેલી કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં લીકેજ થતા પાણીના ફુવારા ઉડયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા મચ્છી પીઠમાં પાણીનો 6 ફૂટ ઊંચો ફુવારો ઉડયો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં વિકાસના નામે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. આ જ પ્રકારનો એક ખાડો વડોદરા શહેરના તરસાલી મેન રોડ ઉપર પાણીની ટાંકી નજીક ખોદવામાં આવ્યો છે. આ કામગીરી ચાલી રહી છે. ચારે બાજુથી ખાડા ખોદયા બાદ રોડ તો બંધ થઈ ગયો છે.તેવામાં આજે સવારે પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું. આ ભંગાણ સર્જાતા પાણીના ફુવારા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે જ વડોદરા શહેરના મચ્છી પીઠમાં પણ મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને છ ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા.તેવામાં તરસાલી મુખ્ય રોડ પર પાણીની ટાંકી નજીક અર્બન હેલ્થ સેન્ટર પાસે કોર્પોરેશન દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે.આ કામગીરી દરમિયાન પીવાના પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું.જેના કારણે પીવાના પાણીનો વેડફાટ થયો હતો. વારંવાર આ પ્રકારે કામગીરી દરમિયાન લાઈન લીકેજ થઈ રહી છે છતાં પણ કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા અધિકારીઓ અને કોન્ટ્રાકટર વચ્ચેની મિલીભગતના કારણે લોકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે.