ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયામાં વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળવા ભીડ ઉમટી :
19 ઇલેક્શન વોર્ડમાં 200 થી વધારે કાર્યકર્તાએ વોર્ડ પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારવા માટે તૈયારી બતાવી: ડો. વિજય શાહ
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે બે દિવસથી વોર્ડ પ્રમુખો માટેની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અનેક કાર્યકરોએ વોર્ડની કમાન સંભાળવા માટે રસ દાખવ્યો છે. ત્યારે પ્રદેશથી ચૂંટણી અધિકારી આવ્યા છે અને તેમની હાજરીમાં સેન્સ લેવામાં આવી રહ્યા છે. જોકે, ક્યાંક જેની નિમણૂક થતી નથી તેવા કાર્યકરોને કાર્યકર્તા છે એટલે બધાનો માનીતો જ હોય છે. એટલે કોઈકને સેટ કરવા માટે અથવા તો કોઈ વ્યક્તિને ખાસ લાવવા માટે આવો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમ શહેર ભાજપ અધ્યક્ષે એક નિવેદનમાં જણાવ્યું હતું. હાલ, ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને સહ ઈન્ચાર્જ સંજય જોષી દ્બારા ઈચ્છુકોના સેન્સ લેવામાં આવ્યા હતા.
ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી સેન્સની પ્રક્રિયા ચાલુ છે. અકોટા અને માંજલપુર વિધાનસભા વિસ્તારમાં સમિતિના કાર્યકર્તાઓ બુથ પ્રમુખો એમની સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બંને વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખો માટેની આ સેન્સની પ્રક્રિયા હતી. આજે શહેર અને રાવપુરા વિધાનસભાના આ બંને વિધાનસભાના વોર્ડન પ્રમુખ કાર્યકર્તાઓ છે. એમની માટેની સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. દરેકે દરેક બુથના પ્રમુખને પોતાના વિસ્તારમાં કયા પ્રકારની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માધ્યમથી સંગઠનને આગળ લઈ જઈ શકે છે. એની સેન્સ આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશમાંથી સિનિયર કાર્યકર્તાઓને આ માટે નિમણૂક કરવામાં આવી છે અને બધા જ કાર્યકર્તા ઉત્સાહ સાથે આ લોકશાહી ઢબે પદ્ધતિથી જ કામગીરી ચાલે છે. એમાં ભાગ લઈ રહ્યા છે. 40 થી 45 ની વય મર્યાદાનો ક્રાઇટ એરિયા પહેલેથી જ રાખવામાં આવ્યો હતો. શક્ય હોય ત્યાં સુધી 40 વર્ષની ઉંમર સુધીનાને જ આ કામગીરી સોંપવી. પરંતુ તેમ છતાં જરૂરિયાત લાગે તો 45 વર્ષની ઉંમર હોય તે વ્યક્તિને પણ આ કામગીરીમાં જોડી શકાય. દરેકે દરેક જગ્યાએ એક જ સરખી ઉમરના કાર્યકર્તાઓ કદાચ ના મળે તો એના માટેની આ નાની મોટી છૂટછાટ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આ એક નક્કી કરેલો ક્રાઇટ એરિયા છે.
ડો. શાહે જણાવ્યું હતું કે. માનીતા કે ન ગમતા એવા ભારતીય જનતા પાર્ટીમાં શબ્દનો પ્રયોગ એટલા માટે હું નથી કરતો. કારણ કે કાર્યકર્તા છે એટલે બધાનો માની તો જ હોય છે. એટલે કોઈકને સેટ કરવા માટે અથવા તો કોઈ વ્યક્તિને ખાસ લાવવા માટે આવો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને તેમની ટીમના માધ્યમથી આ યુવાનોને જોડવા માટેની પીએમ મોદીની જે હાકલ છે. એ હાકલને પડકારરૂપ આ કામગીરી એમના માધ્યમથી થઈ રહી છે. અમને આનંદ થાય છે કે, સમગ્ર વડોદરા શહેરમાં 19 ઇલેક્શન વોર્ડમાં 200 થી વધારે કાર્યકર્તાઓ 40 વર્ષમાં અથવા 45 વર્ષથી નાની ઉંમરના તેમને વોર્ડ પ્રમુખો માટે પોતાની જવાબદારી સ્વીકારવા માટે તૈયારી બતાવી છે. એ જ બતાવે છે કે, આ પક્ષ છે તે કેટલો મજબૂત છે. યુવાનો કઈ રીતે પક્ષ સાથે જોડાયેલા છે. દરેકે દરેક કાર્યકર્તા પોતાની જવાબદારી સમજતો જ હોય છે. જે વ્યક્તિને જે જવાબદારી મળે એ જવાબદારી એ પોતે હાંસલ કરી શકે, એવી સંમતિ સાથે એ પ્રકારના ભાવ સાથે એમની નિમણૂક થતી હોય છે. ત્યારે જે કોઈ પણ આ જવાબદારીમાં આવે એ વ્યક્તિ પોતાને મળેલી જવાબદારી ઉત્તમ રીતે પૂર્ણ કરશે એવી ચોક્કસ મને શ્રદ્ધા છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા હંમેશા માંગણી કરતો હોય છે, પણ એક વખત કોઈ વ્યક્તિની અંદર એને જવાબદારી સોંપાયા પછી બધા જ ભેગા થઈને કામ કરતા હોય છે. ભૂતકાળમાં પણ જોયું હશે કે, કોર્પોરેશનના ઈલેક્શનમાં દરેકે દરેક વોર્ડમાં આનાથી પણ વધારે મોટી સંખ્યામાં લોકોએ કોર્પોરેશન માટેના ફોર્મ ભર્યા હતા અને કોર્પોરેશનના ઈલેક્શનમાં જ્યારે કોર્પોરેટરની જાહેરાત કરવામાં આવી હતી. એટલે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી. ત્યારે, બધા જ લોકોએ સાથે રહીને કામ કર્યું અને પરિણામ જોયું છે કે, વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત 76 સીટોમાંથી 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયા છે. 91% સીટ ઉપર ભાજપના ઉમેદવારો વિજય થયા હોય આ એક માત્ર મહાનગર છે. તો સંગઠનમાં પણ જે લોકો અત્યારે ફોર્મ ભર્યા છે વોર્ડના પ્રમુખ માટે મને ચોક્કસ ખાતરી છે કે, જે લોકોને વોર્ડ પ્રમુખ તરીકે પાર્ટી જવાબદારી આપશે. એના સિવાયના લોકો એમની સાથે કામ કરી આવનારા સમયમાં એ વધારે સારી રીતે પાર્ટીનો વ્યાપ વધે એની ચિંતા કરશે.