બોડેલીમાં જાહેર રોડ પર બાઈકના અકસ્માત દરમિયાન દારૂની બોટલો રોડ પર પડી, દારૂ લેવા માટે લોકોએ પડાપડી કરી
બોડેલીના ડભોઇ રોડ ખાતે આજે એક એક્ટિવા અને એક બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર પાસેની બેગમાં વિદેશી દારૂ હતો. જે બેગ નીચે પડી જતાં લોકોએ વિદેશી દારૂની લૂંટ ચલાવી હતી. છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેથી અવાર નવાર વિદેશી દારૂની ખેપ ખેપિયાઓ મારતાં હોય છે. ત્યારે આવી જ એક ખેપિયો ખેપ મારતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત થતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી
આજ રોજ સવારે 9 વાગ્યા ના સુમારે બોડેલીના ડભોઇ રોડ પર પાણી ટાંકી પાસે છોટાઉદેપુર તરફથી પુરઝડપે આવતી એક બાઇકે સામેથી આવતી એક્ટિવાને અડફેટ માં લીધી હતી અને બન્ને વાહન ચાલકો નીચે પટકાતા ઇજા થઇ હતી. અકસ્માતને લઈ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ બાઇક ચાલકની પાસેનો થેલો જમીન પર પડતા અંદર ઈંગ્લીશ દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. જેને જોઈ દારૂ સેવન કરતા લોકોના મોઢામાં પાણી આવતા દારૂની પ્લાસ્ટિકની બોટલો ટપોટપ લોકોએ ઉપાડવાનું ચાલુ કરતા લૂંટ મચી હતી. બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવતા વધેલો મુદ્દામાલ જપ્ત કરી ઇજાગ્રસ્ત ખેપીયાને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે એક્ટિવા ચાલકને પણ ઇજા થતાં સારવાર અર્થે દવાખાને લઈ જવાયો હતો.
બોડેલી: ખેપિયાને અકસ્માત થતા બેગ નીચે પડી, લોકો દારુની બોટલો ઉપાડી ગયા
By
Posted on