Vadodara

શહેરના પૂર્વ વિસ્તારમાં વગર ભાડાં કરારે મકાનો ભાડે આપનારાં મકાન માલિકો અંગેની તપાસ ક્યારે?

પૂર્વ વિસ્તારમાં અછોડા તોડ, ચોરી, લૂંટફાટ, શરાબની હેરફેરીવા બનાવો વધી રહ્યાં છે.

પૂર્વ વિસ્તારમાં કેટલાક ભાડૂઆતો ક્યાંથી આવ્યા છે તથા તેઓનો ભૂતકાળ શું છે તેની તપાસ હાથ ધરવામાં આવે તો ઘણાં ગુનાઓ થતાં અટકી શકે છે.

(પ્રતિનિધિ) વડોદરા તા. 12

શહેરના પૂર્વ વિસ્તારમાં ગતરોજ એક મહિલાના ગળામાંથી દિનદહાડે બાઇક પર આવેલા બે ઇસમો દ્વારા મંગળસૂત્ર ચીલઝડપ કરી આંખના પલકારામાં ગાયબ થઇ ગયા છે જેમાં શહેર પોલીસ ની પીસીબી,ડીસીબી ની ટીમો તપાસમાં જોડાઇ હોવા છતાં હજી સુધી આ બાઇક સવાર બે ઇસમોનો પતો લાગ્યો નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ અને હવે લૂંટફાટ ના બનાવો સાથે જ શરાબની હેરાફેરીમાં વધારો થયો છે તેની પાછળના બે કારણો અહીં જોવા મળી રહ્યાં છે. અહીં પૂર્વ વિસ્તારમાં હાઇવે નજીક છે જ્યારે અહીં કપૂરાઇ,બાપોદ, આજવારોડ ચેકપોસ્ટ છે જ્યાં રાત્રે હોમગાર્ડના કેટલાક જવાનો તથા ડંડાધારી પોલીસના કેટલાક જવાનો ફરજ બજાવતા હોય છે તે સિવાય હાઇવે તરફ આસાનીથી અવરજવર કરી શકાય તેવા માર્ગો આવેલા છે જે રાત્રે સૂમસામ હોય છે જ્યાંથી રાત્રે અને દિવસે પણ કોઇપણ ગુનેગાર ગુનો આચરી આસાનીથી હાઇવે થઇ ગમે ત્યાં ભાગી શકે છે.બીજુ મુખ્ય કારણ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ, બાપોદ, સોમા તળાવ વિગેરે વિસ્તારોમાં કેટલાક મકાન માલિકો દ્વારા ભાડાની લાલચે વગર ભાડાં કરારે પોતાના મકાનો ભાડે આપી દેવામાં આવે છે જેમાં ભાડુઆત નો શું ભૂતકાળ છે ભાડૂઆત પાસે પોલીસ એન ઓ સી છે કે કેમ તે પણ તપાસવામાં આવતું નથી.
શહેરના આજવારોડ વિસ્તારમાં કેટલાક એરિયા અથવાતો સોસાયટી એવાં છે જ્યાં બાઇક ચોરી કે અન્ય ચોરી થયા બાદ સરળતાથી ગુનેગારો ને આશરો મળી જતો હોય છે તે જ રીતે ઘણીવાર કેટલાક ગુનાઇત પ્રવૃત્તિઓ કરનારા લોકો એવા તત્વોને પોતાના ભાડૂઆત તરીકે રાખે છે જેમનો ઉપયોગ પોલીસ જ્યારે તપાસ માટે આવે ત્યારે આસાનીથી શરાબ કે અન્ય વસ્તુઓ ત્યાં શિફ્ટ કરી દેવામાં આવે છે જેથી જ્યારે પણ પોલીસ બાતમીના આધારે ત્યાં તપાસ કરે તો ત્યાં કોઇપણ પ્રકારનો મુદામાલ ન મળે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદ જકાતનાકા વિસ્તારમાં એવા કેટલાક સ્થળોએ શરાબનો ધંધો ચાલે છે જ્યાં પોલીસ તપાસમાં આવે તે અગાઉ જ બુટલેગરોને માહિતી મળી જતા મુદામાલ પોતાના ભાડૂઆતોને ત્યાં છૂપાવી દેવામાં આવતો હોય છે જેથી તપાસ દરમિયાન પોલીસને કંઈ જ મળતું નથી આ રીતે ભાડે આપેલ મકાનનો દૂરપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.કેટલાક મકાન માલિકો દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ભાડાની લાલચમાં કોઇપણ પ્રકારની તપાસ કર્યા વિના જ ભાડૂઆતોને મકાન આપી દેવામાં આવ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તારની ભૌગોલિક રચના એ પ્રકારની છે કે આ વિસ્તારમાં ગુનેગારો ને સલામત રીતે બહાર ભાગવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે હાઇવે થી અવરજવર માટે સરળતા રહે છે.અગાઉ શહેરના આજવારોડ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પંપના કર્મીઓ સાથે મારામારી કરી રાતના અંધકારમાં આજવારોડના એવા વિસ્તારમાં માથાભારે તત્વો છૂપાઇ ગયા હતા કે જ્યાં રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાને જવું પડ્યું હતું તે જ રીતે ડ્રગ્સ સહિતના ઘણાં ગુનાઓ આવા વિસ્તારોમાં થતાં હોય છે પોલીસ પેટ્રોલિંગ પીસીઆર વાન મુખ્ય રોડ પર જ માત્ર પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ અંદર ઘણા રોડ રાત્રે સુમસામ હોય છે જે ગુનેગારો માટે મોકળું મેદાન બની જાય છે તે જ રીતે મકાનમાલિકોની ભાડાની લાલચે કેટલાક મકાનો ભાડા કરાર કે પોલીસની જાણ વિના જ આપી દેવામાં આવ્યા છે.જો પોલીસ દ્વારા ભાડૂઆતોની તપાસ હાથ ધરવામાં આવે અને પૂર્વ વિસ્તારમાં હાઇવે તરફ જતા તમામ રસ્તાઓ પર ધ્યાન આપવામાં આવે તો ઘણાં ગુનાખોરીને, ચોરી લૂંટફાટ સહિતના બનાવોને મહદ્ અંશે ટાળી શકાય તેમ છે.

Most Popular

To Top