જો કાર્ય પૂર્ણ નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકામાં મંગળવારે રીવ્યુ બેઠક મળી હતી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર ન હતા તેઓ ગાંધીનગર ખાતે મહત્વની બેઠકમાં ગયા હતા જેથી આજરોજ ફરીવાર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં એવી બેઠક મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલિપ રાણા એ એન્જિનિયરોને કડક શબ્દોમાં સૂચનાઓ આપવામાં આવી હતી. ઉત્તર ઝોનના એન્જિનિયર , દક્ષિણ ઝોનના આનું પ્રજાપતિ, ઉત્તર ઝાનના પ્રસાદ જોશી, રાજેન્દ્ર વસાવા સહિત તમામ એન્જિનિયર અને અધિકારીઓ ને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે જે બાકીના કામો છે વિકાસના કામો છે તેને છેલ્લા એક વર્ષની વાત કરીએ તે બાકી રહેલા હોય તેને સંપૂર્ણ રીતે પૂર્ણ કરો નહિતર કોઈને બક્ષવામાં નહીં આવે અને કોઈની સિફારસ પણ નહીં ગણકારવામાં આવશે. કામ જોઈશે કારણ કે ઘણી બધી એવી વાતો છે કે ઘણા એવા કામો પણ છે જેના માટે રજૂઆતો પણ આવી રહી છે અને એ કામ કેમ અને કયા કારણોથી રોકાઈ રહ્યા છે. બે કલાક ચાલેલી આ રિવ્યુ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ એન્જિનિયરોને વિકાસના કામો છે જે સ્વર્ણિમ ગ્રાન્ટ ના કાર્યો છે તે વહેલી તકે પુરા કરો તેમ કહેવામાં આવ્યું છે. આગળના દિવસોમાં નવા બજેટમાં નવા કામોની કાર્યવાહી કરવાની હોય બાકી રહેલા અધૂરા રહી ગયેલા તમામ કાર્યો પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરે સૂચન આપ્યું હતું. ત્યારે એન્જિનિયરિંગ અને અધિકારીઓએ 45 દિવસનો સમય માંગ્યો હતો. તમામ કામ પૂર્ણ કરી દેવામાં અમે તનતોડ મહેનત કરીશું.