દબાણ શાખા દ્વાર માત્ર બે ટ્રક જેટલો સામાન જપ્ત લેવામાં આવ્યો :
શહેરમાં અન્ય બીજે જે કામગીરી થઈ એના કારણે અહીંથી દબાણ ઓછા થઈ રહ્યા છે : અધિકારી
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથધરી છે. ત્યારે, દબાણ શાખાની ટીમ ફતેગંજ વિસ્તારમાં ત્રાટકી હતી. જ્યાં ફતેગંજ બ્રિજથી લઈ મહેસાણા નગર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જોકે કોઈકે બાતમી આપી દેતા દબાણો પહેલેથી જ દૂર થઈ ગયા હતા જ્યારે પાલિકા ની દબાણ શાખા ની ટીમે બે ટ્રક ભરીને માત્ર પરચુરણ સામાન જપ્ત કર્યો હતો.
વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના એકના એક પુત્ર તપન પરમારની હત્યા બાદ પોતાની નિષ્ફળતા છુપાવવા હવે પાલિકા તંત્ર પોલીસને સાથે રાખીને શહેરભરમાંથી દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. સંવેદનશીલ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાંથી દબાણો દૂર કરતા પાપડી સાથે ઇયળ બફાયા જેવો ઘાટ સર્જાયો છે. દબાણ શાખા ની ટીમ અન્ય વિસ્તારોમાંથી દબાણો દૂર કરી પોતાની બહાદુરી બતાવી રહ્યું છે. પરંતુ વાહન ચાલકો ટ્રાફિકને નડતરરૂપ યાકુતપુરા પાણીગેટ સહિતના વિસ્તારોના દબાણો ક્યારે દૂર થશે તેવી લોક મૂકે ચર્ચા છે. ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્તને સાથે રાખીને ફતેગંજ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ફતેગંજ બ્રિજ થી લઈને નિઝામપુરા મહેસાણા નગર સુધીના હંગામી દબાણનો સપાટો બોલાવ્યો હતો, તો ફૂટપાથ પરના બોર્ડ તેના થાંભલા સાથે દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે દબાણ ટીમ પહોંચવાની છે. ત્યારે જ કોઈ વિભીષણએ જાણકારી આપી દેતા દબાણ દૂર થઈ ગયા હતા અને માત્ર બે ટ્રક જેટલો સામાન જપ્ત લેવામાં આવ્યો હતો દબાણ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રીત થી લઈને મહેસાણા નગર ચાર રસ્તા સુધી હંગામી દબાણ હટાવવાની કામગીરી કરી છે હમણાં તો કશું કર્યું નથી. જે પરચુરણ સામાન છે જે જમા લીધો છે કામગીરી ચાલુ કરી છે જે મળશે તે લઈ લેવાશે. શહેરમાં અન્ય બીજે જે કામગીરી થઈ છે એના કારણે અહીંથી દબાણ ઓછા થઈ રહ્યા છે જે દેખાશે જેમાં લેવાશે પબ્લિક છે પબ્લિકને જાણ થઈ જાય છે બીજે કામગીરી થઈ છે એની આ અસર છે.