યુવક સુરત થી મોટરસાયકલ પર ઘરે જતો હતો તે દરમિયાન ડેડિયાપાડા તાલુકાના ચીગદા ગામે વળાંક પર બનાવ બન્યો
યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
નર્મદા જિલ્લાના સોન ગામનો પરણિત યુવકનું મોટરસાયકલ પર સુરત થી પોતાના સાસરીમાં જ ઇ ઘર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના સોન ગામે રહેતો ત્રીસ વર્ષીય પરણિત યુવક નામે મનોજભાઇ પ્રેમાભાઇ ભીલ ગત તા. 08 મી ડિસેમ્બરના રોજ સુરત થી પોતાના મોટરસાયકલ પર ડેડિયાપાડા તાલુકાના ગામે પોતાના સાસરીમાં ગયો હતો જ્યાંથી ટુંકા રોકાણ બાદ તે પોતાના ગામ સોનગામ ઘરે આવવા નિકળ્યો હતો તે દરમિયાન ડેડિયાપાડા તાલુકાના ચીગદા ગામના રોડના વળાંક પર અચાનક મોટરસાયકલ સ્લીપ થઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.મનોજને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જે અંગેની જાણ પાછળથી આવી રહેલા એક મોટરસાયકલ સવાર વ્યક્તિએ યુવકના સાસરિયાઓને કરતાં તે લોકો તેમજ અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સૌ પ્રથમ ડેડિયાપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેને રાજપીપળા ખાતે આવેલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે ગત તા. 09મી ડિસેમ્બરના રોજ સવા એક વાગ્યાની આસપાસ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું બપોરે 3 કલાકની આસપાસ સર્જીકલ વિભાગના આઇસીયુ ખાતે મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતકના પરિવારમાં તેની પત્ની અને બે નાના બાળકો તથા માતા પિતા અને ભાઈ બહેન હોવાનું તથા યુવક મજૂરી કરતો હતો તેવું જાણવા મળ્યું છે.