સરકાર દ્વારા રાજ્યામાં 25 આઇપીએસ અધિકારીના બદલીના હુકમ કરાયાં
પ્રતિનિધિ વડોદરા તા.9
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ શહેરમાં 20 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આયા હતા. જેમાં વડોદરા જોઇન્ટ પોલીસ કમિશરની ગાંધીગનર ખાતે તથા ડીસીપી ઝોન-3ની જોઇન્ટ સીપી તરીકેની નિમણૂ કરાઇ છે. તેવી જેલ પોલીસ અધિક્ષકની અમદાવાદ ખાતે બદલી કરાઇ છે.
ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારોની સમયાંતરે બદલી આવતી રહેતી હોય છે. ત્યારે ફરી રાજ્ય સરકાર દ્વારા વિવિધ શહેરમાં આઇપીએએસ તરીકે ફરજ બજવાતા 25 જેટલા અધિકારીઓના બદલી કરવા સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી જોઇન્ટ કમિશનર ( ક્રાઇમ અને ટ્રાફિક)માં ફરજ બજાવતા એમ એલ નિનામાની ગાંધીનગર ખાતે સ્ટેટ ટ્રાફિક શાખામાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીક નિમણૂ કરવામાં આવી છે. જ્યારે એડિશનલ કમિશનર ઓફ પોલીસ ઝોન -3 ડો. લીના પાટીલને વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે એડિશનલ કમિશનર ઓફ પોલીસ ઝોન -3 પર ખાલી પડેલી જગ્યા પર વલસાડ ખાતે કમાન્ડન્ટ આઇપીએસ એભિષેક ગુપ્તાને વરણી કરવામાં આવી છે. તેવી જ રીતે વડોદરા મધ્યસ્થ જેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીતે ફરજ બજાવતા નિધી ઠાકુરની અમદાવાદ જેલના પોલીસ અધિક્ષક તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યા પર સાબરકાંઠાના કમાન્ડન્ટ ઉષા બી રાડાની જેલ અધિક્ષક તરીકે વરણી કરાઇ છે.