વડોદરા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં હરીનગર જંકશનથી સુભાનપુરા ટાંકી તથા હરીનગર ટાંકી સુધી નવી ફીડર લાઇન નાખવામાં આવી છે. જેને મુખ્ય ફીડર લાઇન સાથે હરીનગર પાંચ રસ્તા પાસેની જોડવાની કામગીરી તા. ૧૩મીએ શુક્રવારે સવારે પાણી વિતરણ બાદ શરૂ કરાશે. જેથી સુભાનપુરા ટાંકી સહિત આસપાસના વિસ્તારમાં સાંજના સમયનું પાણી વિતરણ કરાશે નહીં અને બીજા દિવસે સુભાનપુરા ટાંકી ગાયત્રી નગર ટાંકી વાસણા ટાંકી હરીનગર ટાંકી અને ટાંકી ખાતેથી સવારના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં. તા ૧૪મીએ સુભાનપુરા ટાંકી ગાયત્રી નગર ટાંકી હરીનગર ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી હળવા દબાણથી અને ઓછા સમય માટે અપાશે, જેની નોંધ લેવા પાણી પુરવઠા યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.
વડોદરાના પશ્ચિમ ઝોનમાં તા.13 સાંજે 14મીએ સવારે પાણી નહીં મળે
By
Posted on