પ્રતિનિધિ વડોદરા તા.9
દાહોદની ગર્ભવતિ મહિલાને પ્રસુતિ માટે એસએસજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિગૃહમાં એડમિટ કરી હતી. ડિલિવરી થઇ ગયા બાદ માતા બાળકીને યોગ્ય રીતે સંભાળ રાખતી ન હોય એનઆઇસીયુમાં રાખવામાં આવી હતી.ત્યારે માતા નવજાત બાળકીને તરછોડીને ભાગી ગઇ હતી. જેથી ડોક્ટરે માતા વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ શોધખોળ શરૂ કરી છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાના હેડવા ગામે રહેતી ગર્ભવતિ મહિલા સુરેખાબેન પંકેશભાઇ ડામોર ડિલિવરી માટે સયાજી હોસ્પિટલના રૂમકણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં 22 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવી હતી. મહિલાના પ્રસૂત માટે લઇ ગયા હતા. ત્યારે મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે બંને વોર્ડમાં સિફ્ટ કરવામાં આવી હતી. મહિલા બાળકીને યોગ્ય રીતે સારસંભાળ રાખતા ન હતા. જેથી બાળકીને એનઆઇસીયુમાં રાખવામાં આવી હતી. 1 ડિસેમ્બરના રોજ રેસિડેન્ટ ડોક્ટર રાઉન્ડમાં આવ્યા હતા. ત્યારે મહિલા બોર્ડમાં હાજર ન હતી. જેથી તબીબ સહિતના સ્ટાફ દ્વારા મહિલાની સહિતની જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મહિલા કે તેનો પતિના મળી આવ્યા ન હતા. આખરે રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં છેલ્લા દસ વર્ષથી તબીબ તરીકે ફરજ બજાવતા ડો. પલક પ્રદિકુમાર વેષ્ણવે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે બાળકીને તરછોડી ભાગી જનાર પારધી માતાને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.