Vadodara

શહેરના વારસિયા વિસ્તારના કિડવાઇ નગર સ્થિત હિરાશક્તિ એપાર્ટમેન્ટમાં આગ લાગતાં ઘરવખરી સામાનને નુકસાન

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા કિડવાઇ નગર સ્થિત હિરા શક્તિ એપાર્ટમેન્ટમાં આજે એકાએક આગ લાગતાં ઘરવખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો જો કે સમય રહેતા ઘરના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં પાણીગેટ ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.ઘરમા કેટલાકનું નુકસાન થયું છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી.

Most Popular

To Top