( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પાર્ક કરેલી એક ઇકો કારમાંથી ધુમાડા નીકળતા અફરાતફરી મચી હતી.જોકે સત્વરે ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી લીધી હતી.
વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવો યથાવત છે.તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં બની હતી. રવિવારે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પાર્ક કરેલી ઇકો કારમાં ધુમાડા નીકળતા સ્થાનિક લોકો દ્વારા તુરંત આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી.જેથી બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડના જવાનો ઘટના થળે દોડી આવ્યા હતા.જો કે આ કાર બંધ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કારનો આગળનો કાચ તોડી આગને કંટ્રોલમાં કરી લીધી હતી. સદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. જો કે કારના આગળના ભાગે ફાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.