અધ્યક્ષ રણછોડભાઈ રાઠવાએ પદાધિકારીઓની આ ગંભીર ભૂલ ગણાવી :
બીજા બોર્ડના કાઉન્સિલરો જો ડાયસ પર બેસી શકતા હોય તો અધ્યક્ષ કેમ નહિ : રણછોડભાઈ રાઠવા
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણી વોર્ડ નં 4માં સમાવિષ્ટ ખોડીયાર નગર ચાર રસ્તાથી પાંજરાપોળ સુધી 30 મીટર રોડના માર્ગને મહર્ષિ દધીચિ ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો,જોકે આ કાર્યક્રમમાં અન્ય બોર્ડના કોર્પોરેટરો ને સ્થાન અને વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષને સ્થાન આપવામાં નહીં આવતા તેમણે પદાધિકારીઓની આ ગંભીર ભૂલ ગણાવી સખત વિરોધ કર્યો છે.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણી વોર્ડ નં 4 માં ખોડીયાર નગર ચાર રસ્તાથી પાંજરાપોળ સુધીના 30 મીટર રોડ સુધીના માર્ગને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિર ના કોષાધ્યક્ષ પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજની ઉપસ્થિતિમાં રાખવામાં કરવામાં આવ્યો,જેમાં કાર્યક્રમ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક,મેયર, સાંસદ સહિત ધારાસભ્યો અને કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સ્ટેજ પર અનેક મહાનુભાવોને બેસાડવામાં આવ્યા જે બોર્ડમાં કાર્યક્રમ હતો તે વોર્ડ સિવાયના અન્ય કાઉન્સિલરો પણ આ સ્ટેજ ઉપર બેઠા પરંતુ વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર અને કોર્પોરેશનના એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ રણછોડ રાઠવાને સ્થાન નહિ મળતા તેમણે આ બાબતનો સખત વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ રોડની દરખાસ્ત અમે મંજૂર કરી અને આજે જ્યારે આ રોડનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે અમને સ્થાન આપવું જોઈએ પરંતુ અમને સ્થાન આપ્યું નથી એટલે મારો આ બાબતે સખત વિરોધ છે. આની માટે હું ચેરમેન,ડે. મેયર પી.આર.ઓને રજૂઆત કરી હું ચર્ચા કરવાનો છું કે શાની માટે તમે એસ્ટેટ કમિટીના ચેરમેનને સ્થાન આપ્યું નથી, આ ખૂબ ગંભીર બાબત છે, આ એસ્ટેટ કમિટીના ચેરમેનનું અપમાન કહેવાય આ ભૂલ પી.આર.ઓની છે અને હું આનો સખતમાં સખત વિરોધ કરું છું. પદાધિકારીઓએ ધ્યાન દોરવું જોઈએ એમની ફરજ છે આ જો બીજા વોર્ડના કાઉન્સિલરો બેસી શકતા હોય તો એસ્ટેટ કમિટીના ચેરમેનને તમે સ્થાન કેમ નહીં આપ્યું જેની સામે મારો સખત વિરોધ છે.