National

રામચરિતમાનસની ચૌપાઇ સંભળાવી ન્યાયાધીશે બળાત્કારના આરોપીને આપી આ સજા

દેશભરમાં સગીરાઓ સાથે થતા ગુનાઓની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન છત્તીસગની ભીલાઈની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશે સાડા ચાર વર્ષની ભાણેજ સાથે અભદ્ર કૃત્ય કરવા બદલ દુષ્કર્મીને સખત સજા ફટકારી છે. ચુકાદો આપતી વખતે એડિશનલ સેશન્સ જજ મમતા ભોજવાણીએ રામચરિતમાનસની ચૌપાઇનો ઉલ્લેખ કર્યો હતો અને કલયુગી મામાને મૃત્યુ સુધી જેલની સજા ફટકારી હતી. સાથે જ દંડ જમા ન કરવા બદલ બે વર્ષનો વધારાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે.

ન્યાયાધીશે કહી આ ચૌપાઇ
એડિશનલ સેશન્સ જજ મમતા ભોજવાણીએ ચુકાદા (ORDER)માં લખ્યું છે,” અનુજ વધુ ભગિની સુત નારી. સુનુ સાથ કન્યા સમ ઇ ચારિ, ઈન્હહિ દ્રષ્ટિ વિલોકઈ જોઈ, તાહિ બધે કુછ પાપ ન હોઈ. ન્યાયાધીશે ચૌપાઇનો અર્થ પણ સમજાવ્યો. તેમણે કહ્યું કે ઉપરોક્ત શ્લોકોમાં રામચરિત માનસના કિશ્કિંધા કાંડમાં બાલી કતલનો ઉલ્લેખ છે. આનો અર્થ એ કે નાના ભાઈની પત્ની, બહેન, પુત્રવધૂ અને પુત્રી બધા એક સરખા છે. તેમના પર દુષ્ટ નજર રાખનારનો સંહાર એ કોઈ પાપ નથી.

શું હતો સમગ્ર મામલો  
વિશેષ સરકારી વકીલ કમલ કિશોર વર્માના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્મૃતિ નગર પોલીસ ચોકી (BHILAI) વિસ્તારની છે. ઓગસ્ટ 2019 માં, સાડા ચાર વર્ષની સગીર છોકરી તેના માતાપિતા સાથે મામાના ઘરે ગયા હતા. નિર્દોષને ઘરે મૂકીને તેની માતા એક સંબંધીને મળવા ગઈ હતી. જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે તેણે તેની પુત્રી તેને રડતી હાલતમાં મળી. તેના શરીર પર ઉઝરડાઓ પણ હતા.

દરમિયાન તેનો 28 વર્ષનો મામા પણ શંકાસ્પદ હાલતમાં હાજર હતો. આ બનાવથી આઘાત લગતા પુત્રીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેના આધારે કેસ (CASE) નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે નિર્દોષ માતાની ફરિયાદના આધારે દુષ્કર્મી મામા (RAPIST UNCLE)ને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ જો દંડ ભરવામાં નહીં આવે તો સજાને બે વર્ષ વધારવાનો પણ નિર્દેશ આપ્યો છે.

મહત્વની વાત છે કે એક તરફ મુંબઈ હાઇ કોર્ટમાં થયેલ કેસની સુનાવણીમાં આરોપીને છાવરવામાં આવતા હોય તેવા ચુકાદા આવી રહ્યા છે ત્યાં જ ભિલાઈ કોર્ટ દ્વારા આ પ્રકારના સાંસ્ક્રુતિક ચુકાદાના પગલે એક દાખલો બેસાડવા સમાન સમચાર કહી શકાય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top