Vadodara

લાઇફ વિથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ત્રણ ફૂટના મગરનું રેસ્ક્યુ

લાઇફ વિથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન ને વડોદરા નજીકના મારેઠા ગામથી ત્રણ ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું

બ્રિજની બાજુના એક ખેતરમા આશરે 3 ફૂટ જેટલા મગર હોવાની જાણ લોકો દ્વારા કરવામાં આવી હતી

લાઇફ વિથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન દ્વારા વડોદરા નજીકના મારેઠા ગામના એક ખેતરમાંથી આશરે ત્રણ ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ 02જી ડિસેમ્બર ને મંગળવારના રોજ લાઇફ વિથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશનને વડોદરા નજીકના મારેઠા ગામમાથી મગર દેખાયો હોવાનો કોલ મળ્યો હતો. જેથી લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન ની ટીમ વડોદરા નજીકના મારેઠા ગામે પહોંચી હતી જ્યાં પાસે આવેલા બ્રિજની બાજુમાં એક ખેતરમા આશરે 3 ફૂટ જેટલો મગર હોવાની જાણ સંસ્થાને થતાં સંસ્થાના વોલેન્ટિઅર હાર્દિકભાઈ, આકાશ પરમાર, સન્ની માલી તેમજ તેમના સહયોગી ગૌતમ ચૌહાણ, વિશાલ વસાવા, ત્યાં પહોંચીને એકાદ કલાકની ભારે જેહમત બાદ મગરનું રેસ્ક્યું કરીને તેને ફોરેસ્ટ વિભાગમાં નીતિન ભાઈ પટેલને સોંપવામાં આવ્યો હતો. ખેતરમાં ખુલ્લી જગ્યામાં રાતના અંધકારમાં મગરને પકડવું ખૂબ અઘરું બન્યું હતું કારણ કે આસપાસ ઝાડીઓ અને ઘાસ હતું , કાંટાળી ઝાડીઓ વચ્ચે થી પસાર થઇને સાંકડા માર્ગે ઢોળાવ થી જવું ઉપરથી અંધારું હતું જેના કારણે મોબાઈલ તથા ટોર્ચની મદદથી આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન ગામના લોકો પણ ખેતરમાં ઉમટી પડ્યા હતા.

Most Popular

To Top