Vadodara

વડોદરા : એમએસયુમાં વર્ષોથી ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને ક્વોટર્સ ખાલી કરવા નોટિસ મળતા મુશ્કેલીમાં મુકાયા

બાળકો શાળાઓમાં અભ્યાસ કરતા હોય ચાલુ સત્રમા બીજે ક્યાં એડમિશન મળશેની ભીતિ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટિસ મળતા આ કર્મચારીઓને પર પડદા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.ત્યારે, કર્મચારીએ પોતાને પડતી મુશ્કેલી અંગે પોતાની વેદના વ્યક્ત કરી હતી.

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બીન શૈક્ષણિક કર્મચારીઓ ની હાલત દૈન્ય બની છે યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મચારીઓના આઉટ સોર્સિંગમાં સમાવિષ્ટ થતા ની સાથે જ ક્વોટર્સ ખાલી કરવા માટે સત્તાધીશો દ્વારા આદેશ કરવામાં આવ્યો છે 150 થી વધુ કોટર્સને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે જેના પગલે એક દાયકા કરતાં વધુ સમયથી રહેતા કર્મચારીઓ હવે ઘર વગરના થઈ જશે ત્યારે યુનિવર્સિટીમાં કોમન એક્ટના અમલવારીની સાથે જ આવે સરકારી યુનિવર્સિટી નું પણ ખાનગીકરણ થવાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં 500 થી વધુ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને આઉટસોર્સિંગમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હતો જેનો પ્રાથમિક ધોરણે વિરોધ કરાયો હતો જો કે કર્મચારીઓમાં સંગઠન શક્તિના અભાવના કારણે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તેમનો આઉટસોર્સિંગમાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો જેના પગલે યુનિવર્સિટીમાં બે દાયકા કરતાં વધુ સમયથી હંગામી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની પરિસ્થિતિ હવે ખરાબ થઈ જવા પામી છે ત્યારે એક મકાન એવું પણ છે કે જ્યાં તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે આ મકાનમાં મુકુંદભાઈ સરદાર અને તેમનો પરિવાર રહે છે તેમને ત્યાં ગતરોજ તેઓ દાદા અને તેમનો પુત્ર પિતા બન્યો છે સાથે જ બાળકોનો અભ્યાસ પણ નજીકની સ્કૂલમાં ચાલી રહ્યો છે ત્યારે આવા ચાલુ સત્ર બીજે ક્યાં રહેવા જશે તે એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે ત્યારે ત્યારે આ અંગે વિરોધમાં જોડાયેલા કર્મચારીઓના મકાનો જ ખાલી કરવામાં આવતા હોય ચર્ચા નો વિષય બન્યો છે.

મુકુંદભાઈ સરદારે જણાવ્યું હતું કે હું છેલ્લા દસ વર્ષથી રહું છું અને યુનિવર્સિટીમાં 15 વર્ષથી ફરજ બજાવું છું. પહેલા બીજી ફેકલ્ટીમાં હતો. ત્યાંથી મને બદલી કરી યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે મુકવામાં આવ્યો હતો. ત્યાં મને 11 મુ વર્ષ ચાલુ છે. અને મારા બે બાળકો નાના છે અને બે છોકરીઓ શાળામાં અભ્યાસ કરી રહી છે, તો પછી હવે ચાલુ સ્કૂલમાં અમારે ક્યાં જવાનું એડમિશન ક્યાં મળશે અમને? આ બધી તકલીફો અમને પડી રહી છે. ગઈકાલે જ મારા ઘરે બાબો આવ્યો છે, અને તે મારી પત્ની સાથે દાખલ છે હજુ ઘરે લાવ્યા નથી. હવે આ બધી મુશ્કેલીઓ વચ્ચે અમે ક્યાંથી બીજું ઘર કરી શકીએ અમારી પાસે બીજી કોઈ સુવિધા નથી. ચીમનભાઈ એ જણાવ્યું હતું કે હમણાં બે દિવસ પહેલા અમને આ નોટિસ આપવામાં આવી છે કે, મકાન તાત્કાલિક ખાલી કરો. એ લોકો કોઈ કારણ નથી દર્શાવતા, પણ હવે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં 11 લોકોને ડેલી વેજીસમાં કર્યા છે. એટલે એ લોકોને કહે છે કે હવે ક્વોટર્સ ખાલી કરી દો. ખૂબ જ તકલીફ પડી રહી છે. ખાલી કરી શકાય તેવી પરિસ્થિતિ નથી. અમે વિનંતી કરીશું કે અમને સમય આપો. હું રિટાયર્ડ થઈ ગયો બે વર્ષથી મકાન ખાલી કરી નાખ્યું અને હવે મારા દીકરા સાથે જ રહીએ છીએ.

Most Popular

To Top