Vadodara

વડોદરા : બીયુ-ભાડા કરાર મામલે બંધનું એલાન,500 પ્રિસ્કૂલો બંધ રહી,જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત

ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ સ્કૂલ એસોસિએશને સરકાર સામે બાંયો ચડાવી :

વડોદરા શહેરની અંદાજિત 1000 પૈકી આશરે 500 સ્કૂલો એસોસિએશન સાથે સંકળાયેલી છે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

ભાડા કરાર બીયુ પરમિશન સહિતના વિવિધ મુદ્દે સરકારે કોઈ નિર્ણય નહી લેતા આખરે પ્રિ સ્કૂલના સંચાલકો હવે આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે. ત્રણ ડિસેમ્બરના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. તારે વડોદરામાં પણ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન નાનીજા હેઠળ વડોદરાની પ્રિ સ્કૂલના સંચાલકો દ્વારા બેનર સાથે દેખાવ કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

પ્રી સ્કૂલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારમાં અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા આ અંગે આજ દિન સુધી નિર્ણય લેવાયો નથી. ત્યારે આખરે ના છૂટકે ભાડા કરાર બીયુ મુદ્દે ત્રણ ડિસેમ્બરના રોજ ફ્રી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણ મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં કોઈ પણ રેસીડેન્સીયલ, કોમર્શિયલ એજ્યુકેશનલ, બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે, 15 વર્ષના રજીસ્ટર્ડ દ્વારા કરાર ને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે, ટ્રસ્ટ-નોન પ્રોફિટ કંપની સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રી સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ. આ તમામ માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી લડત ચલાવવામાં આવી રહી છે.

વડોદરા શહેરમાં પણ અંદાજિત 1000 કરતા વધારે પ્રિસ્કુલો આવેલી છે. જેમાંથી 500 જેટલી સ્કૂલો એસોસિએશન સાથે જોડાયેલી છે. જેઓને આગામી ત્રણ ડિસેમ્બરે ગાંધીનગર આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને આજે સ્કૂલો બંધ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરની 500 થી વધુ પ્રિસ્કૂલો આજે બંધ રહી હતી. જ્યારે 50,000 કરતાં વધુ બાળકો અભ્યાસથી વંચિત રહ્યા હતા. બીજી તરફ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ ફ્રી સ્કૂલ એસોસિએશન વડોદરાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top